મંગલમ્/જાગો જાગો સૌ
ઉષાગીતો
જાગો જાગો સૌ
જાગો જાગો સૌ
જાગો જાગો સૌ વહાલાં આત્મજનો
થયું રે પરોઢ આજ મંગલ દિનનું
નિદ્રા છોડી જાગી જાઓ…
હસતે મુખડે સ્વસ્થ થઈને
રામ સ્મરણ કરતાં જાગો…
પંખીઓ સૌ જાગી ગયાં ને
મધુર મધુર સ્વરે ગુંજી રહ્યાં…
સુણો સુણો નદી કલરવ કરતી
જગત પિતાનું ગાન કરે…
એવા મીઠા સૂર સુણીને
જાગી જાઓ સૌ આત્મજનો…જાગો…