મંગલમ્/જાવું છે તારે દૂર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જાવું છે તારે દૂર



જાવું છે તારે દૂર

જાવું છે તારે દૂર મુસાફિર (૨)
કાળ કરે મજબૂર મુસાફિર — જાવું છે.

કંઈ કંઈ વેળા ઉર ઉછાળે, આનંદ કેરાં પૂર,
કંઈ કંઈ વેળા આંખડી તારી, આંસુ થકી ભરપૂર. — મુસાફિ૨૦

પંથ નવો છે તું છે અજાણ્યો, જાણ જે એટલું ભાઈ,
કે ડૂબે નહીં જીવન નૈયા, સાગર ગાંડોતૂર. — મુસાફિ૨૦

ધીમે ધીમે પંથ કપાશે, એક દિન આવશે આરો,
તે દિન જડશે તારો કિનારો, ત્યાં લાગી જાવું દૂર. — મુસાફિર૦