મંગલમ્/જેવા વિચાર કરશો

જેવા વિચાર કરશો

જેવા વિચાર કરશો, તેવા તમે થવાના,
દિલના વિચાર નક્કી, જીવન બની જવાના…જેવા૦

કેવા વિચાર ચાલે, ઉજ્જ્વલ-મલિન કહી દો.
સેવો વિચાર ઉજ્જ્વલ, ઉજ્જ્વલ તમે થવાના…જેવા૦

વિકૃત વિચાર તમને, ખેંચી જશે અધર્મે,
સેવો વિચાર સંસ્કૃત, સંસ્કૃત તમે થવાના…જેવા૦

પ્રેમલ કહે વિચારો, પ્રારબ્ધના છે બીજક,
સેવો વિચાર અદ્ભુત, અદ્ભુત તમે થવાના…જેવા૦