મંગલમ્/તું તારા દિલનો


તું તારા દિલનો



દૂરે દૂરેથી…


તું તારા દિલનો દીવો થાને…
ઓ રે ઓ રે ઓ ભાયા.
રખે કદી તું ઉછીનાં લેતો,
પારકાં તેજ ને છાયા…
એ રે ઉછીનાં ખૂટી જાશે ને,
રહી જાશે પડછાયા…(૨)… તું તારા…
કોડિયું તારું કાચી માટીનું,
તેલ દિવેટ પુરાયાં…
નાની શી સળી અડી ના અડી,
પ્રગટશે રંગમાયા…(૨)… તું તારા…
આભમાં સૂરજ ચંદ્ર ને તારા,
મોટા મોટા તેજ રાયા;
આતમનો તારો દીવો પેટવવા,
તું વિણ સર્વ પરાયા…(૨)… તું તારા…