મંગલમ્/પ્રવૃત્તિનાં પંખેરું
Jump to navigation
Jump to search
પ્રવૃત્તિનાં પંખેરું
અમે પ્રવૃત્તિનાં પંખેરું,
અમે સંગ સંગ ઘૂમતાં ભેરુ.
પ્રવૃત્તિની પાંખે ઊડશું, સેવાનો લઈ શ્વાસ…
ઘોર તિમિરના ઘનને તોડી (૨)
રેલાવશું અજવાસ… (૨)
અમે માનવતાના ભેરુ… અમે૦
પ્રગતિ કેરી પગદંડીએ, મજલ કાપશું મનમાની…
મંઝિલમાં પ્રવૃત્તિ મહેંકે (૨)
દિલ સેવામાં ચમકે (૨)
સ્વપ્નું એવું એક અનેરું… અમે૦
પંથે પંથે પુરુષાર્થ વેરી, બજાવશું સૂરભેરી…
પ્રવૃત્તિના વિશાળ વડલે (૨)
બનીશું અડીખમ પ્રહરી… (૨)
જાણે ભારતના નહેરુ;
અમે માનવતાના ભેરુ;
અમે સંગ સંગ ઘૂમતાં ભેરુ… અમે૦