મંગલમ્/બાળગીત-૧

બાળગીત

બોરવાળી આવી રે કોઈ બોર લ્યો

મીઠાં મીઠાં બોર લ્યો
ઝીણાં ઝીણાં બોર લ્યો
ચણી બોર લાવી રે કોઈ…૦

રાતાં રાતાં બોર લ્યો
સાકર જેવાં બોર લ્યો.
શબરીએ વખાણ્યાં રે કોઈ…૦

બોરડી કેરાં બોર લ્યો
મીઠાં મીઠાં બોર લ્યો
રામને બહુ ભાવતાં રે કોઈ…૦