મંગલમ્/બાળગીત-૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાળગીત

શાને આ રંગ જુદા-જુદા
નિત નિત ખીલતાં ફૂલડાં નવરંગી

ઓલી ધરતીના રંગ જુદા-જુદા…
શાને૦



કોયલનો રંગ કાળો કંઠે સોહામણો

ઓલ્યા મોરલાના રંગ જુદા-જુદા…
શાને૦



ચાંદાનો રંગ જુદો સૂરજનો રંગ જુદો

ઓલ્યા આભલાના રંગ જુદા-જુદા… 
શાને૦



દુનિયાને રંગનાર કેવો રંગીલો?

જેણે ઢોળ્યા છે રંગ જુદા-જુદા…
શાને૦