મંગલમ્/મંગલ નામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મંગલ નામ

મંગલ નામ તમારું પ્રભુ
મમ અંતર ભરનારું પ્રભુ.

ભરનીંદરમાં શાંત સુવાડે,
તેજ કિરણથી હસવી જગાડે
વ્હાલ મધુર કરનારું પ્રભુ…

મેલ બધોયે દૂર કરે જે,
મનમાંનો અંધાર હરે જે,
જ્ઞાન દીપક ધરનારું પ્રભુ…