મંગલમ્/રામબાણ
Jump to navigation
Jump to search
રામબાણ
રામબાણ વાગ્યાં રે હોય તે જાણે… ટેક૦
ધ્રુવને વાગ્યાં, પ્રહ્લાદને વાગ્યાં,
ઠરી બેઠા ઠેકાણે,
ર્ભવાસમાં શુકદેવજીને વાગ્યાં,
વેદ વચન પરમાણે…હો… રામ૦
મોરધ્વજ રાજાનાં મન હરી લેવા,
વહાલો પધાર્યા તે ઠામે,
કાશીએ જઈને કરવત મેલાવ્યાં,
પુત્ર-પત્ની બેઉ તાણે…હો… રામ૦
બાઈ મીરાં ઉપર ક્રોધ કરીને,
રાણો ખડગ લઈ તાણે,
ઝેરના પ્યાલા ગિરિધરલાલે,
અમૃત કર્યાં એવે ટાણે…હો… રામ૦
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે,
અનેક ભક્તોને એણે ઉગાર્યા,
ધનો ભગત ઉર આણે…હો… રામ૦