મંગલમ્/મુજ દ્વારેથી
Jump to navigation
Jump to search
મુજ દ્વારેથી
卐
મુજ દ્વારેથી
卐
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતે મુખડે જાજે (૨)
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરાં ગાજે (૨)
પંખીના મેળાને આવે વિખરાવાની વેળા,
કોણ જાણે, ક્યારે પાછા સંગ મળીશું ભેળાં;
કાળ તણી એ ગત સમજીને ઉજ્જ્વળ પંથ જાજે (૨)
તું આવ્યાથી મારાં સૂનાં ઉપવન ગાજી ઊઠ્યાં,
હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડાં ખીલ્યાં (૨)
યાદ તારીએ મુજને થાતાં, અંતર રડતું આજે (૨)
હસતાં આવી હસતાં જાવું એ જ કલા જીવનની,
બોલ્યું ચાલ્યું માફ જ કરજે વાણી થંભી જાતી;
સબસે ઊંચે પ્રેમ સગાઈ વાત કદી ના વિસરજે (૨)