મંગલમ્/રૂન ઝૂન ઝૂન
Jump to navigation
Jump to search
રૂન ઝૂન ઝૂન
રૂન ઝૂન ઝૂન! રૂન ઝૂન ઝૂન! તાલ નપૂર બાજે,
જો પેલા ગગન મહીં દિવ્ય ગીત બાજે! (૨)
પૂર્ણ ચંદ્ર ચાંદનીનું નૃત્ય અલૌકિક થાય,
તારક મંડળ મળીને નૃત્ય તણું ગીત ગાય,
રંગમંચ નભ વિશાળ, શોભે ભીની સાંજે,
બિન સિતાર બંસી બાજે વીણા વાગે સાથે,
ખંજરી મૃદંગ તાલ, બાજે સંગાથે;
આ સમૂહ સંગીતથી દશે દિશા ગાજે,
અશ્વિનને આંગણિયે નૃત્ય ચાંદ ચાંદનીનું;
શરદપૂનમ ઉત્સવ જ્યાં મન મોહે માનવીનું,
તારલાના દરિયામાં નૃત્ય જોવા કાજે…