મંગલમ્/સર્વોદયનું હાર્દ
સર્વોદયનું હાર્દ
હાં રે મારે સર્વોદયનું હાર્દ
સમજી જીવનમાં વણવું;
હાં રે નવયુગનું સર્જન આજ
શ્રમજીવી થઈને કરવું…
તન તોડી ખેતર એ ખેડે
ધાન ઉગાડી જગ જિવાડે.
હાં રે એવા ખેડૂતનું અહેસાન
કાળી ઘોર મજૂરી કરતો,
મિલ મહીં મજદૂર પિસાતો,
હાં રે એનો દુઃખ ભર્યો સંસાર
દિન આખો એ ગલીઓ વાળે
જીવન ભોગે જગ અજવાળે,
હાં રે એવા ઋષિઓનું શુભ સ્થાન
માનવતાના મજબૂત પાયા,
શ્રમજીવીઓથી છે જ પુરાયા,
હાં રે એ છે સત્ય સનાતન સાર,