卐
હે ભગવાન! તારું નામ, સાંભળતો રહું સઘળે ઠામ. —હે… ગગને પવને વનવન ભવને, ખળભળ ઝરણે તારું ગાન. —હે… ફૂલ સુગંધે સૌ આ રંગે, મનના ઉમંગે તારું ગાન. —હે… એ સૌ સાથે રોજ પ્રભાતે, નામ લઈ તુજ કરું પ્રણામ. —હે…