મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૧.ધીરો/ ધીરાભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૧.ધીરો/ ધીરા ભગત

ધીરો / ધીરા ભગત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ — અવ. ઈ. ૧૮૨૫): છૂટક પદો કે પદોના સમુચ્ચયરૂપે રચાયેલી ‘કાફી’ નામની આ કવિની રચનાઓ ઊંચી કવિત્વશક્તિ તેમજ બહોળી લોકપ્રિયતા બન્ને ધરાવે છે. કાફી રાગમાં ગવાતાં હોવાથી એ નામ ઓળખાયેલાં આ પદોમાં શાંકરવેદાન્ત અનુસારનો તત્ત્વવિચાર છે, અધ્યાત્મ-અનુભવ એમાં ગૂંથાયો છે ને વૈરાગ્યબોધ એમાં ઊપસીરહે છે. દૃષ્ટાંતોથી આવતી સુગમતા અને ચિત્રાત્મકતા, ઉદ્બોધન શૈલીવાળી આત્મકથનયુક્ત ચોટદાર ઉક્તિઓથી આવતી અસરકારકતા અને રસવહતા એની વિશેષતાઓ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’, ‘સ્વરૂપની કાફીઓ’, ‘જ્ઞાનબત્રીસી’, ‘જ્ઞાનકક્કો’ ઉપરાંત ધોળ, ગરબી, વસંત, ખ્યાલ, વાર, બાર માસ, એવા પ્રકારોમાં પણ આ કવિએ પદરચના કરી છે.

૬ પદો