મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૧
Jump to navigation
Jump to search
પદ ૧
વિશ્વંભર
સત્ગુરુ મલ્લતાં રે સંસે સહુ ટલ્લ્યા,
નીરમલ્લ નીશ્ચે થયું છે અંગે રે,
જીવ સીવે રહીને ભોગવે,
ત્યેહેનો જાંમ્યો રૂડો રંગ રે. ૧
મંગલ્લ વરત્યાં અમાહારે માંહ્ય રે,
કરીએ વાહાલાસુ વહ્યાર રે,
નગમ અલગ જેને ગાય છે,
તે રેહે રૂદય મોઝાર્ય રે. ૨
ક્ષર અક્ષરથી અલ્લગો જે હતો,
વલ્લગો દીઠો છે તે આપે રે,
ડોલમ ડોલ તે મટી ગયું,
થીરતા રહી છે તેહને થાપે રે. ૩
એ કે વીવેક રે એહેવો અવીયો,
ત્યેહેનુ બાધુ રેહે છે ધ્યાંન રે,
જનમમરણના ભે ભાગી ગયા,
ગલ્લીયું લ્યંગ્યનું અભીમાંન રે. ૪
આત્યમજ્ઞાંને માંને અમર થયું,
રઘુ રેહેવા સરખુ દુષ રે,
વસ્તા વીસ્યંભર પુરસને પાંમીયાં,
જે છે સરવે જીવનો ભુપ રે. ૫