મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સર્જક-પરિચય
નામ : મનોહર રતિલાલ ત્રિવેદી જન્મતારીખ : ૪-૪-૧૯૪૪ અભ્યાસ : સ્નાતક (લોકભારતી ગ્રામવિદ્યાપીઠ), ૧૯૬૩ બી.એડ. ૧૯૬૫, એમ.એ. ૧૯૭૬ વ્યવસાય : અધ્યાપક, મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડાળા (૧૯૬૫, ’૬૯) વિનય મંદિર કસ્તૂરબા ધામ- ત્રંબા, જિ. રાજકોટ (૧૯૬૮, ’૭૦) શ્રી આર. જે. હાઈસ્કૂલ, ઢસા જંકશન (૧૯૭૦-૨૦૦૦) કારકિર્દી : જે. સી. કુમારપ્પા વિદ્યાપીઠ, ગઢડા (સ્વા.)માં મુલાકાતી અધ્યાપક (ત્રણ વર્ષ) ધોળકિયા મ્યુઝિક કૉલેજ, શિહોર, નિયામક (૨૦૦૨-’૦૪) ટ્રસ્ટી, સઘનક્ષેત્ર માલપરા - ઢસા જિ. બોટાદ એક્યુપ્રેશર, બાયોકેમિક, હોમિયોપથી ‘સહયોગ સારવાર કેન્દ્ર’ ઢસામાં ચાલીશેક વર્ષથી સંલગ્ન મનોહર ત્રિવેદીની સર્જનસૃષ્ટિ : કાવ્યસંગ્રહ : ‘મોંસૂઝણું’ (૧૯૬૭), ‘ફૂલની નૌકા લઈને’ (૧૯૮૧), ‘છૂટ્ટી મૂકી વીજ’ (૧૯૯૮-૨૦૧૨), ગુ. સા. અકાદમી તથા ગુ. સા. પરિષદ દ્વારા પુરસ્કૃત, ‘આપોઆપ’ (ગઝલસંગ્રહ- મિતવા ૧૯૮૭ સામેલ ૨૦૦૯), ‘વેળા’ (૨૦૧૨) ‘ઘર છે સામે તીર’ (૨૦૧૬) કથાસાહિત્ય : ‘નથી’ (લઘુનવલ- જનક ત્રિવેદી સાથે ૧૯૮૭) ‘ગજવામાં ગામ’ (વાર્તાસંગ્રહ-૧૯૯૯-૨૦૧૦) ‘નાતો’ (વાર્તાસંગ્રહ ૨૦૧૦ ગુ. સા. અકાદમી પ્રથમ પુરસ્કાર) નિબંધ : ‘ઘરવખરી’ (નિબંધસંગ્રહ-૧૯૯૮-૨૦૧૪) ગુ. સા. અકાદમી પ્રથમ પુરસ્કાર, ‘તેઓ’ (નિબંધસંગ્રહ ૨૦૧૪) બાળસાહિત્ય : કાચનો કૂપો તેલની ધાર, ટિલ્લી, આલ્લે! પુરસ્કાર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, સૂરત-૨૦૧૦ – આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ-૨૦૧૫ – છૂટ્ટી મૂકી વીજ(૧૯૯૮) ગુ. સા. અકાદામી તથા ગુ. સા. પરિષદ તરફથી શ્રી ભાનુશંકર પંડ્યા પુરસ્કાર – વેળા(૨૦૧૨) ગુ. સા. પરિષદ દ્વારા ભાનુપ્રસાદ પારિતોષિક તથા જયંત પાઠક-પુરસ્કાર – નાતો (વાર્તાસંગ્રહ-૨૦૧૦) ગુ. સા. અકાદમી પુરસ્કૃત – ઘરવખરી (નિબંધસંગ્રહ ૧૯૯૮) ગુ. સા. અકાદમી પુરસ્કૃત