અમે તો વગડાનાં વસનાર
કેડીઓ કપરીમાં ફરનાર
ચાલતાં રાજમારગે અમને ક્યાંથી આવડે હોજી?
વાયુશાં મુક્ત અમારાં તાન
પંખીશાં મુક્ત અમારાં ગાન
તમારા કલાનિયમની અમને ગમ ક્યાંથી પડે હોજી?
અમે તો ઝરણ સુખે વહનાર
ભળીને સાગરમાં ઠરનાર
અમને પ્રીતની રીત હજાર ક્યાંથી આવડે હોજી?