મર્મર/માનવમેળા
Jump to navigation
Jump to search
માનવમેળા
આ શા માનવમેળા!
સાતે સાગર સામટા જાણે ઊમટ્યા પૂનમઘેલા!
શ્રાવણનો શો ઝરમર વરસે મેહ!
પાવામાં નાવલિયાનો નીતરે નેહ;
કોઈ જતું બંધાઈ પ્રીતિની ગાંઠે
ઊભું ઝૂરે કોઈ ઉર આંસુની ઓઠે
મળી લો ભાઈ, મળવાની આ વેળા
નાચી લો સાથે, રાતે થવું ઘરભેળા