મર્મર/ઓ મારી ગુજરાત!
Jump to navigation
Jump to search
ઓ મારી ગુજરાત!
ઓ મારી એ ગુજરાત!
ઓ વ્હાલી ગુજરાત!
મા તારું ઉપવન અણમૂલ
અમે મા એ ઉપવનનાં ફૂલ
સમય આવતાં વજ્ર બનીશું, સાચવશું ના જાત!
આશ્રય આવે બાળ પરાયાં.
તારાં ના કદી થાન સૂકાયાં
ઉદાર ઉર દેવા જે બેઠી તેને શી પર નિજ પંચાત!
તારો અંક ખૂંદી જે આગળ
આજ ખૂંદે ધરતીની ભાગળ
તે ક્યમ ભૂલે તારી નદીનાં નીર તણી તાકાત?
જીવવું તારું કામ કરીને
મરવું તારું નામ કરીને સ્મરીને
તારે અંક ઊગો મા! મારા નવજીવનનું પ્હેલું પ્રભાત.