મર્મર/જીવનની કથા
Jump to navigation
Jump to search
જીવનની કથા
નગાંકેથી જેવી શિશુસરળ સ્રોતસ્વિની વહે
નીચે કાન્તારોનાં ગહનતમ એકાન્ત કરતી
સમુલ્લાસી ઘોષે મુખર; ભરતી પ્રાવૃષ સમે
તટોની ભૂમિને સકળ નિજ સૌન્દર્યરસથી.
વહે આગે, જાગે ત્યમ અધિક સેવાની લગન,
વહે ધીમે જાણે વદતીઃ લઈ લો આખી જ મને.
તટોની દુર્વાને ઘડીક ચૂમતી ફેનિલસ્મિતે
અને ઓચિંતી કે મરુભૂમિતણે અંતર શમે.
પછી કોઈ ક્હેતું: વિપુલ જલને રેત પી ગઈ,
કહે બીજા: છૂપું વહન મળતું સાગર જઈ;
ગમે જેને તે ક્હે, જીવનની કથા આવી જ કંઈ.