મર્મર/દૂર નથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દૂર નથી

હવે દિવસ એ દૂર નથી.
કાપી તેટલી હવે કાપવી બાકી મજલ જરૂર નથી. હવે.

આ વનવગડે ને સરિતાકુલ
ઊગાડ્યું જેણે સંસ્કૃતિફૂલ
સંસ્કૃતિશિખરાસીન એનાથી સ્વર્ભૂમિની હદ
દૂર નથી. હવે.

રુદન બધાં શમતાં અવ સ્મિતે,
સહુ સુખ અનાયાસ પ્રીતગીતે,
વિશ્વવીણાસંગીતલયે અવ વિસંવાદનો
સૂર નથી. હવે.

પ્રાકૃત, બદ્ધ સ્વભાવ પરે રૂઢ
જો થતું દિવ્ય સિંહાસનઆરૂઢ
એના શાસનને લઘુમનની કોઈ સીમા
મંજૂર નથી. હવે.