મર્મર/વ્યાકુલ
Jump to navigation
Jump to search
વ્યાકુલ
પલ પલ વ્યાકુલ પ્રાણ
પ્રીતમ હે પલ પલ વ્યાકુલ પ્રાણ.
દિનભર તુજને ફરું ઢૂંઢતો
જગ જંગલ કેડીમાં;
રાતે અવિરત રાખું બળતા
લોચનદીપ મેડીમાં.
રટી રટીને રંક તણા મુજ
ખૂટી રહ્યા છે શ્વાસ.
ઘટે કસોટી કંચનની
હું રજ, ચરણનકી આસ.