મર્મર/શ્રાવણ રાત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શ્રાવણરાત

મારા મનની વાત
ક્‌હેતી શાને શ્રાવણરાત!
અનિલતણી ભીની લહરોમાં
નિશ્વાસો વહી જાય,
ટપ ટપ નભથી પડતાં ફોરાં
અશ્રુકથા કહી જાય;
વ્યાકુલ વિરહની વાત
ક્‌હેતી શાને શ્રાવણરાત!

વાદળના વીજચમકારામાં
ખીલતું કોકનું સ્મિત,
મયૂરગણો જે ગહકી ઊઠતા
પાગલ મારી પ્રીત;
વસમી વીતવી રાત
ક્‌હેતી જાણે શ્રાવણરાત!