યાત્રા/મળ્યાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મળ્યાં

મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.
મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.

ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.

અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને.

એપ્રિલ, ૧૯૩૯