યોગેશ જોષીની કવિતા/એક (આંબાને પહેલવહેલકા...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક (આંબાને પહેલવહેલકા...)

(બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો))

આંબાને
પહેલવહેલકા
મરવા ફૂટે તેમ
મને
સ્તનની કળીઓ ફૂટી
ત્યારે મેં
ડ્રૉઇંગ-બુકમાં
ચિત્ર દોરેલું –
નાની નાની
ઘાટીલી બે ટેકરી
અને વચ્ચે
ઊગતો નારંગી સૂર્ય


Mastectomyના
ઑપરેશન પછી
હવે
એક જ ટેકરી
એકલીઅટૂલી

શોધ્યા કરું છું,
શોધ્યા જ કરું છું –
રાતો સૂરજ...
Mastectomy : કૅન્સરની ગાંઠવાળું આખું સ્તન દૂર કરવામાં આવે.