યોગેશ જોષીની કવિતા/જૂનાપુરાણા મજૂસમાંથી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જૂનાપુરાણા મજૂસમાંથી...

ચોમાસા પછી
ધાન તડકે તપાવીએ
એમ મેં
જૂનાપુરાણા મજૂસમાંથી
બહાર કાઢ્યો છે
બંધિયાર સમય –
તડકે તપાવવા...