યોગેશ જોષીની કવિતા/તણખલું
Jump to navigation
Jump to search
તણખલું
ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાની બખોલ જેવું.
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈ ને!