રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતના ઇતિહાસનાં સાધનો
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના ઇતિહાસનો અભ્યાસ વધે એવી યોજના કરવા ધારણા હતી. સભામાં થતાં ભાષણોની માળામાં થોડાંક ભાષણો ઇતિહાસ વિષયે થયાં હતાં. ત્યાર પછી જયંતીવ્યાખ્યાનમાલા જેવી ઇતિહાસવ્યાખ્યાનમાલા યોજવામાં આવી હતી, પરંતુ કેટલાંક કારણોસર તે અમલમાં નહોતી મુકાઈ. પણ આ વર્ષે ઇતિહાસવ્યાખ્યાનમાલા સુઘટિત રૂપમાં યોજવા પ્રવૃત્તિ આરંભાઈ છે. રા. રા. રામમોહનરાય જસવંતરાય દેસાઈ, રા. રા. કૃષ્ણલાલ નરસિંહલાલ દેસાઈ એમ. એ. અને રા. રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ બી. એ. એ ત્રણ જણાની સમિતિએ એ બાબત વિચાર કરી એક યોજના ઘડી સભાને રોશન કરી છે. એ યોજનાને અંગે આ લેખ લખવા વૃત્તિ થઈ છે. ઇતિહાસ અને વિજ્ઞાનના અભ્યાસીઓને આવી જાતનાં લખાણો કેટલાં જરૂરી અને ઉપયોગી થઈ પડે છે તે અહીં વિસ્તારથી વિવેચવાની જરૂર નથી. ઇતિહાસ અને પુરાતત્ત્વ(antiquities)ના અભ્યાસની અગત્ય બીજા પ્રાંતોએ સ્વીકારી છે તો પ્રગતિમાન ગુજરાત પણ તે સત્કારશે અને પોતાનો ઇતિહાસ આલેખવા પ્રવૃત્ત થશે જ. આ લેખમાં વલ્લભી સામ્રાજ્યના ઇતિહાસને લગતાં તામ્રશાસનાદિની ફેરિસ્ત બૉમ્બે ગેઝીટીઅર ગ્રંથ ૧લો અને કીલ્હાર્ન પ્રણીત ‘ઉત્તર હિંદુસ્તાનના સાલવાર તામ્રશાસનો’ તથા કુમારી ડફ પ્રણીત ‘હિંદનો કાલગણનાત્મક ઇતિહાસ’—એટલાં પુસ્તકોને આધારે રચવામાં આવી છે. આ તામ્રશાસનોના મૂળ સંસ્કૃત લેખ અને તેમનાં ગુજરાતી ભાષાંતરો માસિક દ્વારા કરતાં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થવાં ઇષ્ટ છે. જેઓ આ વિષયના અભ્યાસી હોય તેઓને તેમના અભ્યાસથી ફલિત જ્ઞાનને લીધે આ લેખ ઉપયોગી નહિ થાય તો તેની દરકાર નથી. ગુજરાતના ઇતિહાસનાં સાધનો ગુજરાતી ભાષા દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવી વ્યવસ્થા કરવાનો ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશ નાના પ્રકારે સાધી શકાય છે. આ પણ એક એવો જ પ્રકાર છે. અસ્તુ.

આ વંશવૃક્ષમાં અને સાલવારી વંશાવળીમાં એક શિલાદિત્યનું નામ વધારે આવે છે. વંશવૃક્ષનો શિલાદિત્ય ત્રીજો તે વંશાવળીનો બીજો શિલાદિત્ય છે. એનો પિતા શિલાદિત્ય (વંશવૃક્ષનો બીજો શિલાદિત્ય) ગાદી ઉપર નહોતો બેઠો માટે વંશાવળીમાં એનું નામ નથી.
વલભીના રાજાઓ અને તેમના રાજ્યારોહણાદિ કાલ
| ઈ. સ. | ||
| (૪૯૫) | ૧. ભટાર્ક | |
| ૨. ધરસેન ૧ લો | ૧ નો પુત્ર. | |
| (૫૨૦) | ૩. દ્રોણસિંહ | ’’ ’’ |
| ૫૨૬ | ૪. ધ્રવસેન ૧ લો | ’’ ’’ |
| (૫૪૦) | ૫. ધરપટ્ટ | ’’ ’’ |
| ૫૫૯ | ૬. ગુહસેન | ૫ નો પુત્ર. |
| ૫૭૧ | ૭. ધરસેન ૨ જો | ૬ નો પુત્ર. |
| ૬૦૫ | ૮. શિલાદિત્ય ૧ લો | ૭ નો પુત્ર. |
| (૬૧૫) | ૯. ખરગ્રહ ૧ લો | ૭ નો પુત્ર. |
| (૬૨૦) | ૧૦. ધરસેન ૩ જો | ૯ નો પુત્ર. |
| ૬૨૯ | ૧૧. ધ્રુવસેન ૨ જો | ૯ નો પુત્ર. |
| ૬૪૧ | ૧૨. ધરસેન ૪ થો | ૧૧ નો પુત્ર. |
| ૬૫૧ | ૧૩. ધ્રવસેન ૩ જો | ૮ નો પૌત્ર. |
| ૬૫૬ | ૧૪. ખરગ્રહ ૨ જો | ૮ નો પૌત્ર. |
| ૬૬૭ | ૧૫. શિલાદિત્ય ૨ જો | ૧૪ નો ભત્રીજો. |
| ૬૯૧ | ૧૬. શિલાદિત્ય ૩ જો | ૧૫ નો પુત્ર. |
| ૭૨૨ | ૧૭. શિલાદિત્ય ૪ થો | ૧૬ નો પુત્ર. |
| ૭૬૦ | ૧૮. શિલાદિત્ય ૫ મો | ૧૭ નો પુત્ર. |
| ૭૬૬ | ૧૯. શિલાદિત્ય ૬ ઠ્ઠો | ૧૮ નો પુત્ર. |
ख. તામ્રશાસનોની ફેરિસ્ત
ગુપ્ત સંવત ૨૦૫—વલ્લભીના મહાસામંત ધ્રુવસેનનું પાલીતાણામાંથી મળેલું તામ્રશાસન.
| (૧) | ગુપ્ત સંવત ૨૦૭ | એપિગ્રાફિકા ઇંડિકા, ગ્રંથ ૩, પૃ. ૩૨૦ વલ્લભીના મહાસામન્ત મહારાજ ધ્રુવસેન ૧ લાનું તામ્રશાસન. ગણેશગઢમાંથી મળેલું. |
| (૨) | ગુ. સં. ૨૦૭ | ઇંડિયન એન્ટીકવેરી ગ્રંથ ૫, -પૃ. ૨૦૫. મહારાજ ધ્રુવસેન ૧ લાનું ભાવનગરમાંથી મળેલું તામ્રશાસન. |
| (૨ ક.) | ગુપ્ત સંવત ૨૧૦ | મહાસામન્ત ધ્રુવસેનનું પાલીતાણામાંથી મળેલું તામ્રશાસન. |
| (૨ ખ.) | „ „ „ | „ „ „ „ „ „ „ |
| (૩) | ગુ. સં. ૨૧૬ | ઇંડિયન એન્ટીકવેરી, ગ્રંથ ૪, પૃ. ૧૦૫. મહાસામન્ત મહાપ્રતિહાર મહાદણ્ડનાયક મહારાજ ધ્રુવસેન ૧ લાનું વળામાંથી મળેલું શાસન. |
| (૪) | ગુ. સં. ૨૧૭ | રૉયલ એશિયાટિક સોસાયટીનું જર્નલ, ૧૮૯૫, પૃ. ૩૮૨. ધ્રુવસેન ૧ લાનું શાસન. હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં છે. |
| (૫) | ગુ. સં. ૨૨૧ | વીનર ઝીટશ્રીફર, ગ્રંથ ૭, પૃ. ૨૯૭. ધ્રુવસેન ૧ લાનું વાવડીઆ જોગીઆમાંથી મળેલું શાસન. |
| (૬) | ગુ. સં. ૨૪૦ (? ૨૩૭) | ઈં. એ. ગ્રં. ૭, પૃ. ૬૭. ગુહસેનનું તામ્રશાસન. |
| (૭) | ગુ. સં. ૨૪૬ | ઈં. એ. ગ્રં. ૪, પૃ. ૧૭૫, મહારાજ ગુહસેનનું વળામાંથી મળેલું તામ્રશાસન. |
| (૮) | ગુ. સં.[૨]૪૭ | ઈં. એ. ગ્રં. ૧૪, પૃ. ૭૫. ગુહસેનના નામવાળો વળામાંથી મળેલો તૂટેલો લેખ. |
| (૯) | ગુ. સં. ૨૪૮ | ઈં. એ. ગ્રં. ૫, પૃ. ૨૦૭. મહારાજ ગુહસેનનું ભાવનગરમાંથી મળેલું તામ્રશાસન. |
| (૧૦) | ગુ. સં. ૨૫૨ | ભાવનગર ઇન્સ્ક્રીપ્શન્સ, પૃ. ૩૧; ઈં. એ. ગ્રં. ૧૫, પૃ. ૧૮૭. સામન્ત મહારાજ ધરસેન ૨જાનું ઝારમાંથી મળેલું શાસન. |
| (૧૧) | ગુ. સં. ૨૫૨ | કોર્પસ ઇન્સ્ક્રીપ્શનોરમ ઇંડીકેરમ ગ્રંથ ૩ જો, પૃ. ૧૬૫ ધરસેન બીજાનું માળીઆમાંથી મળેલું શાસન. |
| (૧૨) | ગુ. સં. ૨૫૨ | ઈં. એ. ગ્રં. ૭, પૃ. ૬૮. ધરસેન બીજાનું સોરઠમાંથી મળેલું શાસન. |
| (૧૩) | ગુ. સં. ૨૫૨ | ઈં. એ. ગ્રં. ૮, પૃ. ૩૦૧. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીમાં રહેલું મહારાજ ધરસેન બીજાનું શાસન. |
| (૧૪) | ગુ. સં. ૨૫૨ | ભાવનગર ઈન્સ્ક્રીપ્શન્સ, પૃ. ૩૫. મહારાજ ધરસેન બીજાનું કતપૂરમાંથી મળેલું તામ્રશાસન. |
| (૧૪ ક.) | ગુ. સં. ૨૫૨ | મહારાજ ધરસેનનું પાલીતાણામાંથી મળેલું તામ્રશાસન. |
| (૧૫) | ગુ. સં. ૨૬૯ | ઈં. એ. ગ્રં. ૬, પૃ. ૧૧. ધરસેન બીજાનું વળામાંથી મળેલું શાસન. |
| (૧૬) | ગુ. સં. ૨૭૦ | ઈં. એ. ગ્રં. ૭, પૃ. ૭૧ ધરસેન બીજાનું અલીણામાંથી મળેલું શાસન. |
| (૧૭) | ગુ. સં. ૨૮૭ | ઇ. એ. ગ્રં.૧, પૃ. ૪૬ ધરસેનના પુત્ર શિલાદિત્ય ધર્માદિત્ય ૧ લાના વળામાંથી મળેલ તામ્રશાસનનું તૂટેલ બીજું પતરું. |
| (૧૮) | ગુ. સં. ૨૮૬ | ઈં. એ. ગ્રં. ૧૪, પૃ. ૩૨૯. શિલાદિત્ય ધર્માદિત્યનું વળામાંથી મળેલું તામ્રશાસન. હાલમાં મુંબઈની રૉયલ એશિઆટિક સોસાયટીમાં છે. |
| (૧૯) | ગુ. સં. ૨૯૦ | ઈં. એ. ગ્રં. ૪, પૃ. ૨૯૮. શિલાદિત્યનું ઢાંકમાંથી મળેલું તામ્રશાસન. હાલમાં રાજકોટના વૉટ્સન સંગ્રહસ્થાનમાં છે. |
| (૨૦) | ગુ. સં. ૩૧૦ | ઈં. એ. ગ્રં. ૬, પૃ. ૧૩. ભાવનગર ઈન્સ્ક્રીપ્સશન્સ, પૃ. ૪૦. ધ્રુવસેન બીજા બાલાદિત્યનું બોટાદમાંથી મળેલું શાસન. |
| (૨૦ ક.) | ગુ. સં. ૩૨૦ | બો. એ. સો. નું પત્ર, ગ્રં. ૨૨, પૃ. ૮. ધ્રુવસેન બીજાનું શાસન. |
| (૨૦ ખ.) | ગુ. સં. ૩૨૦ | એ. ઈં. ગ્રં. ૮, પૃ. ૧૮૮. ધ્રુવસેન બીજાનું નોગવામાંથી મળેલું શાસન. |
| (૨૦ ગ.) | ગુ. સં. ૩૨૧ | એ. ઈં. ગ્રં. ૮, પૃ. ૧૯૪. ધ્રુવસેન ૨ જાનું નોગવામાંથી મળેલું શાસન. |
| (૨૧) | ગુ. સં. ૩૨૬ | બૉમ્બે એશિયાટિક સોસાયટીનું જર્નલ, ગ્રં. ૧૦, પૃ. ૭૭; ઈં. એ. ગ્રં. ૧, પૃ. ૧૪; ધરસેન ૪ થાનું તામ્રશાસન. |
| (૨૨) | ગુ. સં. ૩૨૬ | ઇંડિયન એન્ટીકવેરી, ગ્રં. ૧, પૃ. ૪૫. મહારાજાધિરાજ ધરસેન ૪ થાનાં ભાવનગરમાંથી મળી આવેલ તામ્રશાસનનાં ફક્ત બીજા પતરાની નોંધ. |
| (૨૩) | ગુ. સં. ૩૩૦ | ઇંડિયન એન્ટીકવેરી, ગ્રં. ૭, પૃ. ૭૩. મહારાજાધિરાજ ધરસેન ૪ થાનું અલીણામાંથી મળેલું શાસન. ભૃગુકચ્છની છાવણીમાંથી એ શાસન પ્રગટ થયેલું. |
| (૨૪) | ગુ. સં. ૩૩૦ | ઇં. એ. ગ્રં. ૧૫, પૃ. ૩૩૯. ધરસેન ૪ થાનું ખેડામાંથી મળેલું તામ્રશાસન. |
| (૨૫) | ગુ. સં. ૩૩૪ | ઍપિગ્રાફ્રિકા ઇંડિકા, ગ્રં. ૧, પૃ. ૮૬. ધ્રુવસેન ૩ જાનું કપડવંજમાંથી મળેલું તામ્રશાસન. |
| (૨૬) | ગુ. સં. ૩૩૭ | ઈં. એ. ગ્રં. ૭, પૃ. ૭૬. ખરગ્રહ બીજાનું અલીણામાંથી મળેલું શાસન. |
| (૨૭) | ગુ. સં. ૩૫૦ | ઈં.એ. ગ્રં. ૪, પૃ. ૭૬, શિલાદિત્ય ૩જાનું લૂણસાડીમાંથી મળેલું તામ્રશાસન. |
| (૨૮) | ગુ. સં. ૩૫૨ | ઇં. એ. ગ્રં. ૧૧, પૃ. ૩૦૬; ભા. ઇ. પૃ. ૪૫. શિલાદિત્ય ત્રીજાનું લૂણસાડીમાંથી મળેલું તામ્રશાસન. હાલ ભાવનગર. બાર્ટન સંગ્રહસ્થાનમાં છે. |
| (૨૯) | ગુ. સં. ૩૬૫ (?) | બેંગાલ એશિયાટિક સોસાયટીનું જર્નલ, ગ્રં. ૭, પૃ– ૯૬૮. શિલાદિત્ય ત્રીજાનું ખેડામાંથી મળેલું તામ્રશાસન. |
| (૩૦) | ગુ. સં. ૩૭૨ | ઇં. એ. ગ્રં. ૫, પૃ. ૨૦૯. શિલાદિત્ય ચોથાનું ભાવનગરમાંથી મળેલું તામ્રશાસન. |
| (૩૧) | ગુ. સં. ૩૭૫ | વીનર ઝીટ્શ્રીફટ, ગ્રં. ૧, પૃ. ૨૫૩; ભા. ઇ. પૃ. ૫૫. મહારાજાધિરાજ શિલાદિત્ય ૪ થાનું દેવળીમાંથી મળેલું તામ્રશાસન. હાલ ભાવનગર સંગ્રહસ્થાનમાં છે. |
| (૩૨) | ગુ. સં. ૩૭૬ | મહારાજાધિરાજ શિલાદિત્ય ૪ થાનું તામ્રશાસન. આ. શાસન ઉપરથી લીધેલી છાપનકલ ડૉ. બર્જેસે ડૉ. કીલહૉર્નને બતાવેલી: મૂળ શાસનો ક્યાં છે તેનો પત્તો નથી. |
| (૩૩) | ગુ. સં. ૩૮૨ | મહારાજાધિરાજ શિલાદિત્ય ૪થાનું તામ્રશાસન. ડૉ. ફલીટે લીધેલી છાપનકલ (impression) ઉપરથી. |
| (૩૪) | ગુ. સં. ૪૦૩ | બૉમ્બે એશિયાટિક સોસાયટીનું જર્નલ, ગ્રં. ૧૧, પૃ. ૩૩૫. મહારાજાધિરાજ શિલાદિત્ય ૫ માનું ગોંડળમાંથી મળેલું તામ્રશાસન. |
| (૩૫) | ગુ. સં. ૪૪૧ | ઇં. એ. ગ્રં. ૬, પૃ. ૧૭. મહારાજાધિરાજ શિલાદિત્ય ૬ઠ્ઠાનું લૂણાવાડામાંથી મળેલું તામ્રશાસન. આ શાસન ગોદ્રહક(હાલનું ગોધરા)માં પ્રગટ થયેલું. |
| (૩૬) | ગુ. સં. ૪૪૭ | ગુપ્ત ઇન્સ્ક્રીપ્શન્સ ઉર્ફે ડૉ. ફલીટ પ્રણીત કો. ઇ. ઇ. પૃ. ૧૭૩. મહારાજાધિરાજ શિલાદિત્ય ૭ માનું અલીણામાંથી મળેલું શાસન. આ શાસન આનંદપુરમાં પ્રગટ થયેલું. |
| (૩૬ ક.) | …………… | પાલીતાણામાંથી મળેલા ધ્રુવસેન ૧ લાના તામ્રશાસનનું ૧ લું પતરું. |
| (૨૫ ખ) | …………… | પાલીતાણામાંથી મળેલા શ્રી ગૃહસેનના પુત્ર શ્રી ધરસેન બીજાના પુત્ર(શિલાદિત્ય?)નાં તામ્રશાસનનું ૧ લું પતરું. |
| (૩૭) | …………… | ભા. ઇ. પૃ. ૩૦, ગુહસેનના નામવાળો બંકોડીનો તૂટેલો લેખ. |
| (૩૮) | ઇં. એ. ગ્રં. ૧૨, પૃ. ૧૪૮, ભા. ઇ. પૃ. ૬૪. ગોપનાથમાંથી મળેલ તામ્રશાસનનું પહેલું પતરું. ખરગ્રહ ૧ લાના પુત્ર ધરસેન ૩ જાના વર્ણન વચ્ચેથી શાસન તૂટે છે. | |
| (૩૯) | શક સંવત ૪૦૦ | ઈં. એ. ગ્રં. ૧૦, પૃ. ૨૮૩. ગુહસેનના પુત્ર ધરસેનદેવના ક્ષેપક તામ્રશાસનો બૉમ્બે એશિયાટિક સોસાયટીમાં છે. |
આ ૪૭ ઉપરાંત કદાચ બીજા અપ્રસિદ્ધ લેખો હશે. રાજકોટના વૉટ્સન સંગ્રહસ્થાનના અધ્યક્ષ રા. રા. વલ્લભજી હરિદત્ત આચાર્ય પોતાની પાસે એવાં અપ્રસિદ્ધ શાસનો હોવાનું કહેતા હતા. પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્રો ત્યાંના એડમિનિસ્ટ્રેટરે મિ. જેકસનને આપ્યાં છે. તે બૉ. એ. સો. ના જર્નલમાં પ્રગટ થવાનાં છે.(‘ઈસુના વર્ષ ૧૯૦૮’ નામના લેખમાં ‘પ્રગટ થયાં છે’ એમ લખ્યું છે તે સરતચૂક છે.) તે લેખોની સંખ્યા આગળ ×નું ચિહ્ન મૂક્યું છે. ડૉ. કીલ્હોર્નની ફેરિસ્ત છપાયા પછી જે શાસનોનો હેવાલ છપાયો છે તેમની આગળ + નું ચિહ્ન છે. તેમ જ બીજાં એવાં શાસનો મળવાનો પણ સંભવ છે. તામ્રપત્રો જેમની પાસે હોય છે તેમને તેમની ઐતિહાસિક કદર બિલકુલ નથી હોતી. તેઓ કાં તો તેને ગાળી નાંખી, તેનું તાંબું બનાવી ઉપયોગમાં લે છે યા તો કોઈ સ્થળે ધન દાટ્યાનું તામ્રલેખોમાં સૂચવ્યું છે એવું માની, તે દ્રવ્યમાંથી, વાંચનાર અથવા સરકારને હિસ્સો આપવો પડે એવી બીકે બહાર કાઢતા નથી. વસ્તુતઃ દ્રવ્યસંચયદર્શક તામ્રપત્રો કહાણીરૂપ જ છે – વિશ્વસનીય નથી. કદાચ તામ્રપત્રો વંચાવવા લઈ જાય અને એમ કહેવામાં આવે કે આ પત્રો ઉપરથી કોઈ પણ ગુપ્ત દ્રવ્યસંચયનું સૂચન નથી મળતું, પરંતુ પ્રાચીન કાળમાં થઈ ગયેલા રાજાઓના દાનપત્રોની હકીકત મળે છે તો તે તામ્રપત્રોના માલિક નિરક્ષર અને ઇતિહાસની કદર વગરના હોવાથી સાચું માનતા નથી. તામ્રશાસનો ઐતિહાસિક બાબતોને લગતાં હોવાથી સંગ્રહસ્થાનમાં આપવાને બદલે ઘેર લઈ જાય છે અને ગમે તે રીતે બિનકાળજી અને બિનસંભાળને લીધે તેઓ તેમને ગુમાવી દે છે. રા. વલ્લભજીનો આવો કડવો અનુભવ છે. માટે વહીવટદારો, થાણદારો, ફોજદારો, પટેલ, તલાટી, મામલતદારો, મુનસફો, મહેતાજીઓ, ઇન્સ્પેક્ટરો આદિને અમારી નમ્ર વિનંતિ છે કે એમણે પોતાના ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન આવા આવા લેખો સંગ્રહવાની તજવીજ કરવી અને જેમ બને તેમ સત્વર દેશની ઐતિહાસિક સામગ્રી નષ્ટ થતી બચાવવી.

| ઈ. સ. ૧૦૯૧ | (વિ. ૧૧૪૮) | ચૌલુક્ય કર્ણ(૧)નાં સુનાકમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧, પૃ. ૩૧૭. |
| × ઈ. સ. ૧૦૯૯ | (વિ. ૧૧૫૬) | હળવદનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૯૫, નં. ૩૨. |
| × ઈ. સ. ૧૧૨૯ | (વિ. ૧૧૮૬) | ભિન્નમાળનો લેખ. આ. સ. વે. ઈ. રી. |
| × ઈ. ૧૧૩૨ | (વિ. ૧૧૮૯) | પાલીતાણાનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ, ૯૦, નં. ૬૧૭. |
| × ઈ. સ. ૧૧૩૫ | (વિ. ૧૧૯૨) | વઢવાણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૫૦. |
| × ઈ. સ. ૧૧૩૬ | (વિ. ૧૧૯૩) | અણહિલવાડના ચૌલુક્ય જયસિંહનો માળવાનો લેખ. વૉ. મ્યુ. રી. |
| ઈ. સ. ૧૧૩૮ | (વિ. ૧૧૯૫) | અણહિલવાડના ચૌલુક્ય જયસિંહનો ભદ્રેશ્વરનો લેખ. આ. સ. વે. ઈ. ગ્રં. ૨, પરિશિષ્ટ પૃ. ૧૩, નં. ૫૬. |
| ઈ. સ. ૧૧૩૯ | (વિ. ૧૧૯૬) | અણહિલવાડના ચૌલુક્ય જયસિંહનો દાહોદનો લેખ. ઈ. એ., ગ્રં. ૧૯, પૃ. ૧૫૯. |
| × ઈ. સ. ૧૧૪૧ | (વિ. ૧૧૯૮) | જૂનાગઢ ગિરનારનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૬ નં. ૨૨૫. |
| ઈ. સ. ૧૧૪૩ | (વિ. ૧૨૦૦) | અણહિલવાડના ચૌલુક્ય જયસિંહનો માંડલિક અશ્વકનો બાલીમાંનો શિલાલેખ. એ. ઈ. ગ્રં. ૯. પૃ. ૩૩. |
| × ઈ. સ. ૧૧૪૫ | (વિ. ૧૨૦૨) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલના વખતનો અજરીનો શિલાલેખ. |
| ઈ. સ. ૧૧૪૫ | (વિ. ૧૨૦૨) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલના વખતનો માંગરોળનો લેખ. ગુહિલવંશના સામન્તનો છે. ભા.ઈ. પૃ. ૧૫૮. |
| ઈ. સ. ૧૧૪૫ | (વિ. ૧૨૦૨) | ગોદ્રહકના મહામંડલેશ્વર વામનદેવનો દાહોદનો શિલાલેખ. ઈ. એ. ગ્રં. ૧૦, પૃ. ૧૫૯. |
| ઈ. સ. ૧૧૫૦ | (વિ. ૧૨૦૭) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલનો ચિતોડગઢવાળો શિલાલેખ. એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૪૨૨. |
| ઈ. સ. ૧૧૫૧ | (વિ. ૧૨૦૮) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલનો વડનગરનો લેખ. એ. ઈ. ગ્રં, ૧, પૃ. ૨૯૬. |
| ઈ. સ. ૧૧૫૨ | (વિ. ૧૨૦૯) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલના માંડલિક આલ્હણદેવનો કિરાડૂનો શિલાલેખ. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૪૪. |
| ઈ. સ. ૧૧૫૪ | (વિ. ૧૨૧૧) | મુંસુપુરનો લેખ એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૨૫, નં. ૯. |
| × ઈ. સ. ૧૧૫૫ | (વિ. ૧૨૧૨) | વઢવાણનો લેખ વૉ. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૪૫. |
| ઈ. સ. ૧૧૫૬ | (વિ. ૧૨૧૩) | અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલના માંડલિક પ્રતાપસિંહનાં નાડોલમાંથી મળેલાં તામ્રપત્ર, ઈ. એ. ગ્રં-૪૧, પૃ. ૨૦૩. |
| × ઈ. સ. ૧૧૫૬ | (વિ. ૧૨૧૩) | ખુંટવડાનો લેખ. વૉ. મ્યુ. રી. |
| ઈ. સ. ૧૧૫૮ | (વિ. ૧૨૧૫) | ગિરનારનો લેખ. ઈ. એ. ગ્રં. ૧૯ પૃ. ૨૯. |
| × ઈ. સ. ૧૧૫૮ | (વિ. ૧૨૧૫) | ગિરનારનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૯, નં. ૨૬૩ અ. |
| × ઈ. સ. ૧૧૫૮ | (વિ. ૧૨૧૫) | પોરબંદરનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૭૯, નં. ૪૧૮. |
| × ઈ. સ. ૧૧૫૮ | (વિ. ૧૨૧૫) | ગાળાનો લેખ. વૉ. મ્યુ. લિ. |
| ઈ. સ. ૧૧૬૦ | (વિ. ૧૨૧૭) | પાલણપુરનો લેખ. એ. ઈ. ગ્રં. ૨, પૃ-૨૫, નં. ૧૦. |
| ઈ. સ. ૧૧૬૩ | ([વિ. ૧૨૨૦]) | ચૌલુક્ય કુમારપાલનો ઉદયપુર(ગ્વાલીઅર)નો લેખ. ઈ. એ. ગ્રં. ૧૮ પૃ. ૩૪૩. |
| ઈ. સ. ૧૧૬૪ | (વિ. ૧૨૨૧) | ચૌલુક્ય કુમારપાલનો ઝાલોરનો લેખ. એ. ઈ. ગ્રં. ૯ પૃ. ૫૫. |
| × ઈ. સ. ૧૧૬૫ | (વિ. ૧૨૨૨) | જૂનાગઢનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૬ નં. ૨૨૫. |
| ઈ. સ. ૧૧૬૫ | (વિ. ૧૨૨૨) | ગિરનારનો લેખ, વૉ. મ્યુ. લિ. પૃ. ૬૮, નં. ૨૫૪. |
| ઈ. સ. ૧૧૬૫ | (વિ. ૧૨૨૨) | ગિરનારનો લેખ, વૉ. મ્યુ. લિ. પૃ. ૭૧, નં. ૨૮૨. |
| ઈ. સ. ૧૧૬૫ | (વિ. ૧૨૨૨) | ચૌલુક્ય કુમારપાલના વખતનો ચાહડનો ઉદયપુર (ગ્વાલીઅર)વાળો લેખ. ઈ. એ. ગ્રં. ૧૮, પૃ, ૩૪૪. |
| × ઈ. સ. ૧૧૬૬ | (વિ. ૧૨૨૩) | ગિરનારનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૬૬, નં. ૨૨૧. |
| × ઈ. સ. ૧૧૬૮ | (વિ. ૧૨૨૫) | વઢવાણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૪૯. |
| × ઈ. સ. ૧૧૬૮ | (વિ. ૧૨૨૫) | ગાળાનો લેખ. વૉ. મ્યુ. રી. |
| ઈ. સ. ૧૧૬૯ | (વ. ૮૫૦?) | ભાવ બૃહસ્પતિનો વેરાવળવાળો લેખ વી. ઓ. જ. ગ્રં. ૩, પૃ. ૭. |
| ઈ. સ. ૧૧૬૯? | (વ. ૮૫૦?) | ચૌલુક્ય કુમારપાલના(?) વખતનો જૂનાગઢનો ખંડિત લેખ. ભા. ઈ. ૧૮૪. |
| × ઈ. સ. ૧૧૭૧ | (વિ. ૧૨૨૮) | રાવ(કચ્છ)નો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૯૯, નં. ૭૯. |
| × ઈ. સ. ૧૧૭૧ | (વિ. ૧૨૨૮) | ચૌલુક્ય કુમારપાલનો નાડોલનો લેખ. આ. સ. વે. ઈ. રી. ૧૯૦૮-૦૯ પૃ. ૧૧૯. |
| ઈ. સ. ૧૧૭૨ | (વિ. ૧૨૨૯) | ચૌલુક્ય અજયપાલનો ઉદયપુર (ગ્વાલીઅર)માંનો લેખ. ઈ. એ. ગ્ર. ૧૮, પૃ. ૩૪૭. |
| ઈ. સ. ૧૧૭૪ | (વિ. ૧૨૩૧ [૧૨૩૨?]) | ચૌલુક્ય અજયપાલના માંડલિક વૈજલ્લદેવના તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૮, પૃ. ૮૦. |
| × ઈ. સ. ૧૧૭૮ | (વિ. ૧૨૩૫) | ચૌલુક્ય ભીમદેવ(૨)નો કિરાડૂનો શિલાલેખ. |
| × ઈ. સ. ૧૧૮૩ | (વિ. ૧૨૪૦) | સોમનાથ પાટણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૭૭, નં. ૪૦૦ |
| × ઈ. સ. ૧૧૮૬ | (વિ. ૧૨૪૩) | વઢવાણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૪૬. |
| × ઈ. સ. ૧૧૮૮ | (વિ. ૧૨૪૫) | આબુના ૨૨ લેખો. |
| × ઈ. સ. ૧૧૯૨ | (વિ. ૧૨૪૯) | વઢવાણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૪૭. |
| × ઈ. સ. ૧૧૯૨ | (વિ. ૧૨૪૯) | ગાળાનો લેખ. વો. મ્યુ. રી. |
| × ઈ. સ. ૧૧૯૨ | (વિ. ૧૨૪૯) | જૂનાગઢ-ગિરનારનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૮, નં. ૨૫૩. |
| ઈ. સ. ૧૧૯૯ | (વિ. ૧૨૫૬) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)ના પાટણમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૧, પૃ. ૭૧. |
| × ઈ. સ. ૧૧૯૯ | (વિ. ૧૨૫૬) | જૂનાગઢ-ગિરનારનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૮, નં. ૨૪૮. |
| ઈ. સ. ૧૧૯૯ | (વિ. ૧૨૫૬) | રોહોનો લેખ. એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૨૫. |
| ઈ. સ. ૧૧૯૯ | (વિ. ૧૨૫૬) | રોહોનો લેખ. એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૨૫. |
| × ઈ. સ. ૧૨૦૩ | (વિ. ૧૨૬૦) | મીયાણીનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૪, નં. ૫૦૨ |
| × ઈ. સ. ૧૨૦૫ | (વિ. ૧૨૬૨) | વીસાવાડાનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૯, નં. ૫૯૮ |
| ઈ. સ. ૧૨૦૬ | (વિ. ૧૨૬૩) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નાં કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૯૪. |
| × ઈ. સ. ૧૨૦૬ | (વિ. ૧૨૬૩) | જૂનાગઢ ગિરનારનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૬૯, નં. ૬૧. |
| ઈ. સ. ૧૨૦૭ | (વિ. ૧૨૬૪) | મેહર રાજા જગમલ્લના ટીમાણામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૧, પૃ. ૩૩૭. |
| ઈ. સ. ૧૨૦૭? | -(સિંહ સંવત? ૯૩) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નાં તામ્રપત્ર. ઈ. એ, ગ્રં. ૧૮, પૃ. ૧૦૯, ગ્રં. ૧૯, પૃ. ૨૫૩. એ. ઈ. ગ્રં. ૧. પૃ. ૩૧૭. |
| ઈ. સ. ૧૨૦૮ | (વિ. ૧૨૫૫) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ(૨) અને ચંદ્રાવતીના ધારાવર્ષનો આબુનો લે. ઈ. એ. ગ્રં. ૧૧, પૃ. ૨૨૧. |
| ઈ. સ. ૧૨૦૯ | (વિ. ૧૨૬૬) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૮, પૃ. ૧૧૨. |
| × ઈ. સ. ૧૨૧૧ | (વિ. ૧૨૬૮) | દેલવાડાનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૭૩, નં. |
| ઈ. સ. ૧૨૧૨ | (વિ. ૧૨૬૯) | રોહોનો લેખ. એ. ઈ. ગ્રં. પૃ. ૨૫. |
| × ઈ. સ. ૧૨૧૫ | (વિ. ૧૨૭૨) | સોમનાથ પાટણનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૭૭, નં. ૩૮૨. |
| ઈ. સ. ૧૨૧૫ | (વિ. ૧૨૭૨) | મેહર રાજા રણસિંહનો સિયાલબેટનો લેખ એ. રી. બો. પ્રે. પૃ. ૧૮૬. |
| ઈ. સ. ૧૨૧૬ | (વિ. ૧૨૭૩) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)ના વખતનો વેરાવળનો શિલાલેખ-શ્રીધરની પ્રશરિત. એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૪૩૯ |
| ઈ. સ. ૧૨૧૮ | (વિ. ૧૨[૭]૫) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નો ભરાણાનો શિલાલેખ. ભા. ઈ. પૃ. ૨૦૫. |
| ઈ. સ. ૧૨૨૩ | (વિ. ૧૨૮૦) | અણહિલવાડના જયંતસિંહનાં કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૯૬. |
| × ઈ. સ. ૧૨૩૫ | (વિ. ૧૨૮૨) | જૂનાગઢમાં પાળીઆનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૧ નં. ૧૫૨. |
| ઈ. સ. ૧૨૩૫ | (વિ. ૧૨૮૨) | પાલણપુરનો લેખ. એ. ગ્રં. ૨, પૃ. ૨૫. |
| × ઈ. સ. ૧૨૨૬ | (વિ. ૧૨૮૩) | માંગરોળનો લેખ, વૉ. મ્યુ. લિ. પૃ. ૮૨, નં. ૪૮૧. |
| ઈ. સ. ૧૨૨૬ | (વિ. ૧૨૮૩) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)ના કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૯૯. |
| ઈ. સ. ૧૨૩૦ | (વિ. ૧૨૮૭) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નાં કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૨૦૧. |
| ઈ. સ. ૧૨૩૦ | (વિ. ૧૨૮૭) | આબુનો લેખ, ચૌલુક્ય ભીમદેવ (૨), ચંદ્રાવતીના પરમાર સોમસિંહ અને વાઘેલા વીરધવલના ઉલ્લેખ છે. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૦૦. |
| ઈ. સ. ૧૨૩૦ | (વિ. ૧૨૮૭) | આબુનો લેખ; મંત્રી વસ્તુપાલ અને તેજપાલનો એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૧૯. |
| ઈ. સ. ૧૨૩૦ | (વિ. ૧૨૮૭) | આબુનો લેખ. તેજપાલનો એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૧૯. |
| × ઈ. સ. ૧૨૩૦ | (વિ. ૧૨૮૭) | જૂનાગઢ ગિરનારનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૬૮, નં. ૨૪૭. |
| ઈ. સ. ૧૨૩૦ | (વ. ૯૧૧) | ઘેલાણાનો લેખ. ભા. ઈ. પૃ. ૧૬૧. |
| ઈ. સ. ૧૨૩૧ | (વિ. ૧૨૮૮) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)ના કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. |
| ઈ. સ. ૧૨૩૧ | (વિ. ૧૨૮૮) | ગિરનાર પરના વસ્તુપાલ તેજપાલનાં દહેરાંનાં ૬ લેખ. એ. રિ. બો. પ્રે. પૃ. ૩૨૮. |
| ઈ. સ. ૧૨૩૧ | (વિ. ૧૨૮૮) | આબુ પરના ૧૨ લેખ. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૨૩. |
| ઈ. સ. ૧૨૩૨ | (વિ. ૧૨૮૯) | ગિરનારનો લેખ, એ. રિ. બો. પ્રે. પૃ. ૩૬૧. |
| × ઈ. સ. ૧૨૩૨ | (વિ. ૧૨૮૯) | ખંભાતનો લેખ; વસ્તુપાલ તેજપાલનો. |
| × ઈ. સ. ૧૨૩૩ | (વિ. ૧૨૯૦) | અંજારનો લેખ. |
| ઈ. સ. ૧૨૩૩ | (વિ. ૧૨૯૦) | આબુના ૫ લેખ. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૩૩. |
| × ઈ. સ. ૧૨૩૫ | (વિ. ૧૨૯૨) | નગરાના ૨ લેખ; વસ્તુપાલના. |
| × ઈ. સ. ૧૨૩૫ | (વિ. ૧૨૯૨) | જશદણનો લેખ. |
| ઈ. સ. ૧૨૩૮ | (વિ. ૧૨૯૫) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૨)નાં કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૨૦૫. |
| ઈ. સ. ૧૨૩૮ | (વિ. ૧૨૯૫) | દિલમાલનો લેખ. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૫. |
| × ઈ. સ. ૧૩૦૫ | (વિ. ૧૩૬૨) | સોમનાથ પાટણનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૭૭, નં. ૩૮૮ |
| × ઈ. સ. ૧૩૦૫ | (વિ. ૧૩૬૨) | જૂનાગઢ ગિરનારનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૬૭ |
| × ઈ. સ. ૧૩૦૭ | (વિ. ૧૩૬૪) | ચેરવાડનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૫૯, નં ૧૦૯ |
| × ઈ. સ. ૧૩૦૭ | (વિ. ૧૩૬૪) | જૂનાગઢ ગિરનારનો લેખ. |
| × ઈ. સ. ૧૩૧૬ | (વિ. ૧૩૭૩) | પાટણ સોમનાથનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૭૮, નં. ૩૦૬ |
| × ઈ. સ. ૧૩૧૮ | (વિ. ૧૩૭૫) | માંગરોળનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૮૨, નં. ૪૭૭. |
| × ઈ. સ. ૧૩૧૮ | (વિ. ૧૩૭૫) | ઈડરનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૯૭, નં. ૨૭ |
| × ઈ. સ. ૧૩૨૧ | (વિ. ૧૩૭૮) | આબુના ૨૫ લેખો. |
| ઈ. સ. ૧૩૨૨ | (વિ. ૧૩૭૯) | |
| × ઈ. સ. ૧૩૨૭ | (વિ. ૧૩૮૪) | આબુનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૫૫ |
| × ઈ. સ. ૧૩૨૯ | (વિ. ૧૩૮૬) | હાથસણીનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૯૩, નં. ૬૬૬. |
| × ઈ. સ. ૧૩૩૬ | (વિ. ૧૩૯૩) | ઘુમલીનો લેખ, વૉ. મ્યુ. લિ. પૃ. ૫૪, નં, ૮૫ |
| × ઈ. સ. ૧૩૪૩ | (વિ. ૧૩૯૮) | પાટણ સોમનાથનો લેખ. વૉ. મ્યુ. લિ. પૃ. ૭૮, નં. ૪૦૨. |
| × ઈ. સ. ૧૩૪૪ | (વિ. ૧૩૯૯) | પ્રભાસપાટણનો લેખ. |
| × - | (વિ. ૧૩૯૪) | ઘુમલીનો લેખ, વૉ. મ્યુ. લિ. પૃ. ૫૮, નં. ૮૫ |
સાલ વગરના લેખો
ક્ષત્રપનો જૂનાગઢનો ખંડિત લેખ. ભા. ઈ. પૃ. ૭૧.
વલ્લભીના ધ્રુવસેન (૧)નાં પાલીતાણામાંથી મળેલા તામ્રપત્રનું પહેલું પતરું.
વલભીના ગુહસેનનો ભંકોડીમાંથી મળેલો ખંડિત લેખ ભા. ઈ. પૃ. ૩૦.
ગોપનાથમાંથી મળેલું પહેલું પતરું, ધરસેન (૩)ના વર્ણન વચ્ચેથી અટકે
છે, ઈ. એ. ગ્રં. ૭૨, પૃ. ૧૫૮; ભા. ઈ. પૃ. ૬૪.
અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલના સમયનો વેરાવળનો ભાવ બૃહસ્પતિનો ખંડિત લેખ. ભા. ઈ. પૃ. ૨૦૮.
અણહિલવાડના ચૌલુક્ય કુમારપાલનો રત્નપુર(મારવાડ)નો ખંડિત લેખ ભા. ઈ. પૃ. ૨૦૬.
અણહિલવાડના વાઘેલા વિસલદેવનો ખંભાતનો ખંડિત લેખ. ભા. ઇ. પૃ. ૨૧૪
ચૂડાસમાનો ગિરનારનો ખંડિત લેખ. એ. રી. બૉ. પ્રે. પૃ. ૩૦૨.
દરેક તામ્રશાસનમાં પ્રાયઃ નીચે પ્રમાણે હકીકત આપેલી હોય છે :
(૧) તામ્રશાસન પ્રકટ કરવાનું સ્થાન.
(૨) દાતાનો વંશાનુક્રમ.
(૩) દાનનું વર્ણન, તેની સ્થિતિ અને સીમાઓ.
(૪) રાજપુરુષો અને બીજા માણસોએ પાળવાની આજ્ઞાઓ.
(૫) ભવિષ્યના રાજાઓ દાન પાળે માટે તેમને ધર્મશાસ્ત્રાનુસાર વિનંતિ.
(૬) દાનનો ધાર્મિક હેતુ.
(૭) પ્રતિગ્રહિતાનાં નામ, વર્ણ, ગોત્ર, વેદ, શાખા વગેરે.
(૮) દાન હંમેશ કાયમ રહે, પ્રતિગ્રહિતા વંશપરંપરા તે ભોગવી શકે અને કોઈ તેને હરકત ન કરે એવો ઉલ્લેખ.
(૯) પ્રતિગ્રહિતાને એનાયત થયેલા ખાસ હકો.
(૧૦) આશીર્વાદ અને શાપ.
(૧૧) રાજાની સહી.
(૧૨) તિથિ અને સંવત.
(૧૩) દાન લખનાર, પ્રકટ કરનાર, કોતરનાર રાજપુરુષોનાં નામ.
(૧૪) રાજમુદ્રાની છાપ.
વલભીનાં તામ્રશાસનોમાં આ પ્રમાણે જે જે હકીકત આપેલી છે તેનાં જુદાં જુદાં કોષ્ટકો સાલ વાર નીચે મુજબ છાપવામાં આવે છે :
કોષ્ટક क
આ કોષ્ટકમાં રાજપુરુષોની આવલી લખવામાં આવી છે. કૌંસમાં તેમના અધિકાર જણાવ્યા છે. પ્રત્યેક તામ્રશાસનનો સંવત નિરાળો આપ્યો છે.
| વલભી સંવત | દૂતક | લેખક |
| ૧૮૩ | કુમારિલવષ્ઠિદત્ત (ક્ષત્રિક) | |
| ૨૦૬ | મમ્મક | કિક્કક |
| ૨૦૭ | ”(પ્રતિહાર) | ” |
| ૨૦૭ | ” | ” |
| ૨૧૦ | ” | ” |
| ૨૧૦ | રુદ્રધર | ” |
| ૨૧૬ | ” | |
| ૨૧૭ | ભટ્ટિ (રાજસ્થાનીય) | ” |
| ૨૨૧ | ” (સૂપકારાપતિ) | ” |
| ૨૪૦ (૨૩૭)? | … પુત્ર વિષ્ણુસિંહ | — |
| ૨૪૬ | — | સ્કન્દભટ (સંધિવિગ્રહક) |
| ૨૪૮ | — | ” |
| ૨૫૨ | ચિર્બિર | ” |
| ૨૫૨ | ” અથવા ચિમ્બિર. | ” |
| ૨૫૨ | ” | ” |
| ૨૫૨ | ” | ” |
| ૨૫૨ | ” | ” |
| ૨૫૨ | રાજદુહિતા ભૂવા | સંધિવિગ્રહક દિવિરપતિ વત્રભટ્ટિનો પુત્ર દિવિરપતિ સ્કંદભટ્ટ. |
| ૨૬૮-૯ | સામન્ત શીલાદિત્ય | સ્કંદભટ (સં. વિ. દિ.) |
| ૨૭૦ | ” | ” |
| ૨૮૬ | ભટ્ટ આદિત્યયશસ્ | વત્રભટ્ટિ અથવા વશભટ્ટિ? અથવા ચંદ્રભટ્ટિ? (સં.વિ.દિ.) |
| ૨૮૬ | — | ભટ્ટ આદિત્યશસ્ (સં.વિ.) |
| ૨૯૦ | ખરગ્રહ | ચંદ્રભટ્ટિ (સં.વિ.દિ.) |
| ૩૧૦ | — | — |
| ૩૨૦ | રાજપુત્ર ખરગ્રહ | સં.વિ.દિ. ચત્રભટ્ટિનો પુત્ર દિ. સ્કંદભટ |
| ૩૨૦ | રાજપુત્ર ખરગ્રહ | દિવિરપતિ વત્રભટ્ટિનો પુત્ર દિવિરપતિ સ્કંદભટ. |
| ૩૨૧ | ” | ” ” |
| ૩૨૬ | — | ” ” |
| ૩૨૬ | — | ” ” |
| ૩૩૦ | — | — |
| ૩૩૦ | રાજદુહિતા ભૂવા અથવા | સ્કંદભટ. |
| ૩૩૪ | નાગ (પ્રભાતૃ) | (સં.વિ.દિ.) સ્કંદભટનો પુત્ર દિવિરપતિ અણહિલ. |
| ૩૩૭ | શ્રીનાગ (પ્રભાતૃ) | ” |
| ૩૫૦ | રાજપુત્ર ધ્રુવસેન | ” |
| ૩૫૨ | ” | દિવિરપતિ અણહિલ. |
| ૩૬૫ | × × | × × |
| ૩૭૨ | રાજપુત્ર ખરગ્રહ | બલાધિકૃત ભોગક બપ્પનો પુત્ર દિવિરપતિ હરગણ |
| ૩૭૫ | રાજપુત્ર ખરગ્રહ | બલાધિકૃત ભોગિક બપ્પનો પુત્ર દિવિરપતિ હરગણ. |
| ૩૭૬ | × × | |
| ૩૮૨ | રાજપુત્ર ધરસેન. | × × |
| ૪૦૩ | શીલાદિત્ય | શ્રીબુદ્ધભટ્ટનો પુત્ર |
| ૪૦૩ | બલાધિકૃત શ્રીગિલ્લક.. | |
| ૪૪૧ | ગાંજશાતિ શ્રીજજ્જુ | સર્શ્યર્ગુપ્ત |
| ૪૪૭ | દેટહ (મહાપ્રતિહાર) | હેમ્બટનો પુત્ર ગુહ (અમાત્ય, પ્રતિનર્તક, કુલપુત્ર) |
છેલ્લા તામ્રશાસનમાં દૂતક અને લેખકનાં નામ ઉપરાંત અક્ષપટલિક રાજકુલ શર્વટ (સિદ્ધનાથ કે સિદ્ધસેનના પુત્ર)નું નામ આપવામાં આવ્યું છે. અને લેખક ગુહને દૂતકે નિયુક્ત કર્યો હતો એવું પણ લખવામાં આવ્યું છે. કોષ્ટકોમાં જ્યાં રેખા છે ત્યાં ત્યાંનાં નામ તામ્રશાસનોમાં નથી એમ સમજવાનું છે અને જ્યાં જ્યાં બે ચોકડી છે તે તામ્રશાસનો જોવાનું ભાગ્ય પ્રાપ્ત થયું નથી.
કોષ્ટક ख
આ કોષ્ટકમાં પ્રતિગ્રહિતાનાં અભિધાન, બ્રાહ્મણ હોય તો તેમનાં ગોત્ર, વેદ અને નિવાસસ્થાન આપવામાં આવ્યાં છે:
| વલભી સંવત | નામ | ગોત્ર | વેદ | નિવાસસ્થાન |
| ૧૮૩ | દેવી ભગવતી પાણરાજ્યાનું મંદિર (દેવીનો કર્માન્તિકભિરુગવક) | |||
| ૨૦૬ | કુમારશર્મા જરભજ્યી | શાંડિલ્ય | છાંદોગ્ય | શંકરવાટક |
| ૨૦૭ | સચિતિશર્મા | દ્રોણાયન | અથર્વવેદ | હસ્તવપ્ર |
| ૨૦૭ | ધમ્મિલ | દર્ભ | વાજસનેય | — |
| ૨૧૦ | વિષ્ણુશર્મા | જાબાલિ | ” | સિંહપુર. |
| ૨૧૦ | સ્કંદ | ઔપરવસ્તિ | ” | અક્રોલક. |
| ૨૧૬ | વલભીમાં દુદ્દાવિહારનો સંઘ | |||
| ૨૧૭ | (૧) ” ” ” (૨) ” આચાર્ય ભદન્ત બુદ્ધદાસના વિહારનો સંઘ. |
|||
| ૨૨૧ | સ્કન્દત્રાત ગુહત્રાત | ભારદ્વાજ | છાંદોગ્ય | આનન્દપુર |
| ૨૪૦ | વલભીમાં દુદ્દાવિહારનો સંઘ | |||
| ૨૪૬ | ” ” ” (૧૮ નિકાય) | |||
| ૨૪૮ | મિમ્માએ બાંધેલા આભ્યંતરિકા વિહારનો હીનયાન સંઘ | |||
| ૨૫૨ | વિશાખ બપ્પ | કશ્યપ | છાંદોગ્ય | |
| ૨૫૨ | રુદ્રભૂતિ | વત્સ | વાજસનેય કાણ્વ | ઉન્નત |
| ૨૫૨ | દુશ શષ્ઠિ | શાંડિલ્ય | છાંદોગ્ય કૌથુમ | |
| ૨૫૨ | લુદ્ર દસિલ | કૈરાદિ ત્રવાલમ્બાયન | બહ્વૃચ્ | |
| ૨૫૨ | છચ્છર | ભાર્ગવ | મૈત્રાયણક માનવક | બ્રહ્મપુર. |
| ૨૫૨ | રોધ શ્યેન | કૌશિક | વાજસનેય માધ્યંદિની શાખા | |
| ૨૬૮ | વલભીમાં આચાર્ય ભદન્ત સ્થિરમતિએ બાંધેલો ‘બપ્પપાદવિહાર.’ | |||
| ૨૭૦ | વિષ્ણુમિત્ર | શાર્ક્કરાક્ષિ | બહ્વૃચ્ | આનર્તપુર ખેટક |
| ૨૮૬ | બૌદ્ધવિહાર | |||
| ૨૮૬ | વલભીમાં દુદ્દાનો બૌદ્ધવિહાર. | |||
| ૨૮૬ | દ્રોણ, ઇત્રવસુ (ઇન્નવસુ), વત્સ, ષષ્ઠિ, ગુહિલા, ભટ્ટિસૂર્ય, દિન્નભટ્ટિ, લુદ્રક, આદિત્યવસુ, દ્વિ દ્રોણ, ત્રિ દ્રોણ કુમારશર્મા, ભટ્ટિ, આદિત્યરવિ, ગણક કે ગણર્ક્ક (ગણાર્ક) કે ગણત્ન (ગણરત્ન). ઉ (જૂઝ) ક? ગોપાઢ્યક ખન્દ (સ્કન્દ) શર્મ્મ ભદ્ર આદિત્ય દ્વિ આદિત્ય બપ્પટક મતૃશર્મ્મા (માતૃશર્મ્મા) | ગોત્ર ચરણ | વિવિધ વિવિધ | સંગપુરી. |
| ૨૯૦ | બલવર્માના વટપદ્રમાં હરિનાથે સ્થાપેલું મહાદેવનું મંદિર | |||
| ૩૧૦ | દુદ્દા વિહારાંતર્ગત ગોહકવિહારનો સંઘ. | |||
| ૩૨૦ | દેવી કોટ્ટમહિકાનું મંદિર. | ત્રિસઙ્ગમક | ||
| ૩૨૦ | અગ્નિસ્વામી કુમારસ્વામી પારાશર સંગરવિ મહેશ્વર કૌશિક ઈશ્વર, બાપ્પસ્વામી, દ્વિ બપ્પટક, ગોપ, દામ, દ્વિ ભદ્ર, ખોફખક, કેશવ, ગોવશર્મા, દ્વિ ગોપ, નાવુવ(ક), કુમારભદ્ર સીહ, નટ્ટક, ગિંજક ગોગ્ગક, સંગમ, દ્વિ ભટ્ટિ, ભાનુ. | વાજસનેય ચાતુર્વૈદ્ય | ઉદુમ્બરગહૂવરનાવતની અગસ્તિકાગ્રહારનો રહેવાસી જમ્બુસરનો વતની આયાનગ્રહારનો રહેવાસી. | |
| ૩૨૧ | દત્તસ્વામી બુધસ્વામી માધ્યંદિન વાજસનેય ત્રિવેદી કુમારસ્વામી બુધસ્વામી | વાજસનેય ચાતુર્વૈદ્ય | દશપુરનો વતની અયા નકાગ્રહારનો રહેવાસી ઉદુમ્બરગહ્વરનો વતની અગસ્તિકાગ્રહારનો રહેવાસી. | |
| ૩૨૬ | અર્જુન ગુહાઢ્ય મંકસ્વામી ગુહાઢ્ય | ભારદ્વાજ | છાંદોગ્ય | સિંહપુરનો વતની કિક્કટાપુત્રનોરહેવાસી “ “ |
| ૩૨૬ | હસ્તવપ્રમાં યોધાનક ગામમાં દિવિરપતિ સ્કંદભટે બાંધેલા વિહારનો મહાયાન સંઘ | |||
| ૩૩૦ | નારાયણમિત્ર કેશવમિત્ર | શાર્ક્કરાક્ષિ | બહુવૃચ્ ચાતુર્વેદી | આનર્તપુરનો વતની કાસરનો રહેવાસી |
| ૩૩૦ | અદિતિશર્મા ભવીનાગ | પરાશર | વાજસનેય | ઉદુમ્બરગહ્વર વાસ્તવ્ય ખેટક નિવાસી |
| ૩૩૪ | ભટ્ટિભટ બપ્પ | કૌશિક | વાજસનેય | મહિચ્છક |
| ૩૩૭ | નારાયણ કેશવ | શાર્ક્કરાક્ષિ | ચાતુર્વૈદ્ય | આનંદપુર વાસ્તવ્ય ખેટક નિવાસી |
| ૩૫૦ | ભટ્ટિ ધનપતિ ઈશ્વર ધનપતિ | ડૌણ્ડવ્ય | વાજસનેય | દ્વિપનિવિર્ગત |
| ૩૫૨ | મગોળદત્ત કિક્કક | ગાર્ગ્ય | યજુર્વેદ | આનંદપુર વિનિરિગત વલભી નિવાસી. |
| ૩૬૫ | × × | × × | × × | × × |
| ૩૭૨ | ભૂતકુમાર દ્રોણ | ભરદ્વાજ | મૈત્રાયણીય | ગોમૂત્રિકા વિનિર્ગત વલભી વાસ્તવ્ય |
| ૩૭૫ | દેવલિ પપ્પક | શાંડિલ્ય | ચતુર્વેદ | વિંચુદશપુર વિનિર્ગત વંશકટ નિવાસી. |
| ૩૭૬ | × × | × × | × × | × × |
| ૩૮૨ | × × | × × | × × | × × |
| ૪૦૩ | ભટ્ટ વાસુદેવભૂતિ | ગાર્ગ્ય | બહ્વૃચ્ | લિપ્તિખણ્ડ વાસ્તવ્ય |
| ૪૦૩ | દામોદરભૂતિ | વર્દ્ધમાનભુક્તિવિનિર્ગત | ||
| ૪૪૧ | સમ્ભુલ્લં ડાટલ્લ | પારાશર | અર્થવેદ | દાહક |
| ૪૪૭ | આખંડલામાત્ર | ભટ્ટવિષ્ણુ શાર્કરાક્ષિ | ચતુર્વેદ | આનંદપુર વિનિર્ગત ખેટકપુર નિવાસી? |
કોષ્ટક ગ.
દાનના સીમાનિર્દેશ માટે તેમ જ બીજાં કારણસર ભૂપ્રદેશની ગામ તથા જિલ્લાવાર વર્ણવાયેલી હકીકત આ કોષ્ટકમાં સંગ્રહી છે.
| ૧૮૩ | ત્રિસઙ્ગમક | ‘હસ્તપ્ર’ આહરણીમાં |
| ૨૦૬ | મદ્દણા તાપસીય તિનિષક | હસ્તવપ્ર |
| ૨૦૭ | હરિયાનક | ‘અક્ષસરક’ પ્રાપમાં, ‘હસ્તવપ્ર’ આહરણીમાં |
| ૨૦૭ | કુક્કટ | “ “ |
| ૨૧૦ | ભલ્લર | “ “ |
| ૨૧૦ | વસુકીય | અક્ષસરક પ્રાવેશ્ય |
| ૨૧૦ | અક્રોલક | |
| ૨૧૬ | પિપ્પલરુંખરી; | અનુર્પુજ્ય પરાન્તે. |
| ૨૧૭ | વટપ્રજ્યક (?) | |
| ૨૨૧ | શમિહમ્બર, ભદ્રણિકા, દ્રોણિકા, સરસ્વતીવટ | |
| ૨૩૦ | ત્રિસઙ્ગમક. | |
| ૨૪૬ | સમીપટ્ટ વાટક | (આનુમંજી અને પિપ્પલરૂ્ખરીની વચ્ચે) |
| ૨૪૬ | સંગમાનક | ‘મણ્ડલી’ના દ્રંગમાં. |
| ૨૪૬ | નદ્દીય | ‘દેટક’ આહારમાં. |
| ૨૪૬ | ચોસ્સરી | “ |
| ૨૪૮ | બહુમૂલા | ‘વટસ્થલીકા’ પ્રાપમાં |
| ૨૫૨ | ડામરિપાટક | ‘વહપલિક’ સ્થલીમાં |
| ૨૫૨ | અન્તરત્રા ડોમ્ભિગ્રામ વજ્રગ્રામ | ઉન્નત. |
| ૨૫૨ | શિવકપદ્રક ભુમ્ભુસ્પદ્રક | |
| ૨૫૨ | સૂર્યદાસ, જોતિપદ્રક, લેશુદક. | |
| ૨૫૨ | મદસરસ, વીરપુત્ર, પૃથાપુત્ર, ઈશ્વરદેવસેનાક. | |
| ૨૫૨ | વટગ્રામ ભટાર્કભેદ | ‘દીપનક’ પેઠ, ‘બિલ્વખાત’ સ્થલી. “ “ |
| ૨૫૨ | અમૃલીકવાહ વેલાપદ્ક, દધિકૂપાક, ભ્રામરકલ્ય | ‘ઝરી’ સ્થલી |
| ૨૫૨ | નાટ્યોટક | ‘બંવૂવાનક’ સ્થલી |
| ૨૫૨ | ઐ(ય) કલિક | ‘નિમ્બકુપ’ સ્થલી |
| ૨૫૨ | દેવરક્ષિતપાટક | |
| ૨૫૨ | વત્સા અથવા વત્સવાહક નદી ખંડભેદક તળાવ | |
| ૨૫૨ | ચિત્રસ્થલ્ય, કદમ્બપદ્ર | ‘કદમ્બપદ્ર’ સ્થલી |
| ૨૬૮ | મહેશ્વર દાસેનક | ‘હસ્તવપ્ર’ આહરણી |
| ૨૬૮ | દેવભદ્રિ પલ્લિકા | ‘ધારાખેટ’ સ્થલી |
| ૨૬૮ | ભદ્રોપાત્ત વાસક (?) | |
| ૨૭૦ | અશિલાપલ્લિકા | ‘બણ્ડારજિદ્રિ’ પથક ‘ખેટક’ આહાર. |
| ૨૮૬ | રક્ષરપુત્ર ઉદ્રપદ્રક | પાલીતીરો બ્રહ્મમાં |
| ૨૮૬ | પંડરકૂપિકા | |
| ૨૮૬ | ઉચ્ચાપદ્રક | ‘પુષ્યાનક’ સ્થલી |
| ૨૮૬ | કક્કિજ્જ ઇંદ્રાણિપદ્રક | |
| ૨૮૬ | ભાણ્ડાનક | ‘વટનગર’ સ્થલી |
| ૨૯૦ | વટપદ્ર, ભદ્રાણક, વીતખટ્ટા, દિન્નાનાક, બરટક, બ્રમિલનક, પુષ્મિલાનક. | |
| ૩૧૦ | ભસન્ત | ‘કાલાપક’ પથમાં, સૌરાષ્ટ્રમાં. |
| ૩૨૦ | ત્રિસઙ્ગમક | |
| ૩૨૦ | નવગ્રામક | માલવક. |
| ૩૨૦ | વરાહોટક, લક્ષ્મણ પટ્ટિકા, પુલિંદાનક | |
| ૩૨૧ | ચંદ્રપુત્રક | માલવક |
| ૩૨૧ | ધમ્મણ હડ્ડિકા દેવુકલપાટક નિર્ગુણ્ડી (તળાવડી) | |
| ૩૨૬ | શર્કરાપદ્ક | કિક્કટપુત્રમાં, ‘કાલાપક’ પથમાં, સૌરાષ્ટ્રમાં |
| ૩૨૬ | પટાણક | |
| ૩૨૬ | યોધાનક | હસ્તવપ્રમાં |
| ૩૩૦ | દેસુરક્ષિતિજ્જ | ‘સિંહપલ્લિકા’ પથકમાં, ‘ખેટક’ આહાર |
| ૩૩૦ | કોલમ્બ વડ્ડસોમાલિકા | |
| ૩૩૦ | સીહમુહિજ્જ | ‘ખેટક’ આહાર. |
| ૩૩૦ | વિશ્વપલ્લિ દુહુદુહુ (દુહુદુહિકા) | |
| ૩૩૦ | જોઈણ્ણપલ્લિ | ‘નગરક’ પથક, ‘ખેટક’ આહાર |
| ૩૩૦ | ગુડ્ડપલ્લિ | |
| ૩૩૪ | પટ્ટપદ્રક | દક્ષિણપટ્ટે ‘શિવભાગપુર’ વિષય. |
| ૩૩૪ | સિરિ-સિમ્મિણિકા | |
| ૩૩૭ | પંગુલપલ્લિકા | ‘ધૃતાલય’ ભૂમિ |
| ૩૫૦ | દેસેનક, મૂલવર્મપાટક, વિશાપાટક, શિવત્રાતઈજ્જ, વિગ્છકૂપિકા નદી, મલ્લ તડાગ, મધુમતી નદી, માણઈજ્જિકા નદી. | |
| ૩૫૨ | ધુષા | સૌરાષ્ટ્ર |
| ૩૬૫ | × × | |
| ૩૭૨ | લોણાપદ્રક | ‘લોણાપદ્રક’ સ્થલી, સૌરાષ્ટ્ર |
| ૩૭૨ | બાલાદિત્યતટાક | |
| ૩૭૫ | મોરંજિજ્જ | અન્તરત્રા સૌરાષ્ટ્ર |
| ૩૭૬ | × × | |
| ૩૮૨ | × × | |
| ૪૦૩ | અન્તરપલ્લિકા | સૌરાષ્ટ્ર |
| ૪૦૩ | કાણ્યાઢજ દિન્નાપુત્ર ઉઆસિઙ્ઘ | |
| ૪૫૧ | વહુઅબકટ | ‘સૂર્યાપૂર’ વિષય |
| ૪૫૧ | વપ્પોઈકા નદી | |
| ૪૪૭ | મહિલાબલી | ‘ઉપ્પલહેટા’ પથક, ‘ખેટક’ આહાર |
કોષ્ટક : घ
આ કોષ્ટકથી ખેતરવાળા ખેડૂતો, બ્રાહ્મણો, ગોવાળ આદિનાં નામ જણાશે.
| વલભીસંવત | ખેડુ | બ્રાહ્મણ | ઈતરજાતિ |
| ૨૦૭ | યોતિલ | ||
| ૨૧૦ | વિશાખ | ||
| ૨૨૧ | સ્કન્દ, સ્વામિદત્ત, દેવ, દ્રોણ. | ||
| ૨૪૮ | શ્યામણેર (કુટુમ્બી) | છેણ્ડવક (ગોવાળ) અસ્ર (દાસક) | |
| ૨૫૨ | સ્કંભસેન, વર્ધકિ, મહત્તર | વીકિદિન્ન | બોટક (કુટપમ્બી), વીરસેન દંતિક |
| ૨૫૨ | ઝજૂઝક, ખંડક. | ||
| ૨૫૨ | ચરિ, દારક (હ?), આદિત્ય, | ગોક્ષ, ધાર્મિક, કોધક | |
| ૨૮૬ | સૂર્યક (કુટુમ્બી) | કુંભાર અર્દ્ધિક. | |
| ૨૯૦ | બલભટ ચંદ્રભટ | ઘોષ (વણિક્) કાકન્નિ (?) | |
| ૩૨૬ | વીરતર મણ્ડલી મહત્તર. | ||
| ૩૨૬ | વિહંલ (કુટુંબી) વત્તુક, ચત્ર, ચંદ્ર, (કુટુંબી) મહક્… | ષષ્ઠિભવ | |
| ૩૩૦ | દ્રોણ મહેશ્વર. | ગોલ્લક મહત્તર. | |
| ૩૩૦ | સબ્ભીલક, | વૈરભટ, | |
| ૩૫૦ | બાવ સ્કન્દ | બપ્પક. ઈશ્વર. |
કોષ્ટક : च
દાન અપાયેલી જમીન, ગામ, વાપી આદિની તપસીલ આ કોષ્ટકમાં નોંધી છે.
| વલભીસંવત | |
| ૧૮૩ | ત્રિસઙ્ગમક |
| ૨૦૬ | ૧૪૦, ૧૪૦, ૧૦૦ પાદાવર્ત જમીન. |
| ૨૦૭ | કૂપ અને શાદ, સીતાપાદાવર્તમાં. |
| ૨૦૭ | ૩૦૦ પાદાવર્ત જમીન = ૮ ખંડ. ૪૦ પાદાવર્ત જમીન યમલવાપીનું નિરનિરાળું ૨૦ ,, ,, ક્ષેત્રફળ. |
| ૨૧૦ | ‘કરદ’ ખેતર, ‘આમૃલિકા’ તળાવ. ૫૦ પાદાવર્ત જમીન. |
| ૨૧૦ | ૩૦ પાદાવર્ત જમીન (ખેતર) અને કૂવો. |
| ૨૧૬ | પિપ્પલરુ ખરી ગ્રામ. |
| ૨૧૭ | વટપ્રજ્યક(?) |
| ૨૨૧ | ૧૦૦ પાદાવર્ત જમીન. |
| ૨૩૦ | ત્રિસઙ્ગમકના ગજમાંથી રોજ એક રૂપક. |
| ૨૪૬ | સમીપટ્ટવાટક, સંગમાનક, નદ્દીય, ચોસ્સરી. |
| ૨૪૮ | બહુમૂલા. |
| ૨૫૨ | ૬૦ પાદાવર્તનું ખેતર. |
| ૨૫૨ | ૧૦૦, ૧૫; ૧૨૦, ૧૦, ૯૦; ૧૦૦, ૨૮; ૧૦૦, પાદાવર્ત જમીન. |
| ૨૫૨ | ૨૦૦ પાદાવર્ત જમીન અને વાપી. ૨૨૦ અને ૩૫ પાદાવર્ત જમીન. |
| ૨૫૨ | ૫૦, ૬૦, ૫૦, ૮૦ પાદાવર્ત જમીન. |
| ૨૫૨ | ૧૦૦ પાદાવર્ત જમીન. ૨૫ “ “ અને કૂવો. ૧૬૦ “ “ |
| ૨૫૨ | ૧૮૦ પાદાવર્ત જમીન ૧૨૦ “ “ અને ‘નિમ્બ’ નામની વાપી ૧૦૦ “ “ અને ‘અવતર’ નામની વાપી |
| ૨૭૦ | અશિલાપલ્લિકા. |
| ૨૮૬ | ખેતર |
| ૨૮૬ | પંડરકૂપિકા ખેતરો, વાડી, કૂવા, |
| ૨૮૬ | ભોણ્ડાનક ગ્રામ. |
| ૨૯૦ | ૧૫૦, ૧૨૦, પાદાવર્તનાં ખેતરો; ૨૫, ૨૫ પાદાવર્તની યમલવાપી. |
| ૩૧૦ | ભસન્ત ગામ |
| ૩૨૦ | ૧૦૦ ‘ભક્તિ’ જમીન ૧૦૦ “ ખેતર |
| ૩૨૬ | યોધાનક ગામ : ૩/૪ વિહાર માટે, ૧/(૪ ) પાસેના તળાવ માટે |
| ૩૨૬ | ૫૬ પાદાવર્તનું ખેતર ૧૬ “ ની વાપી ૨૮ “ જમીન ૧૪ “ ખેતર ૬ ‘પટ્ટક’ ૧૮૨ પાદાવર્તનું ખેતર, વાપીનું. |
| ૩૩૦ | દેસુરક્ષિતિજ્જ |
| ૩૩૦ | ૨ ખેતર અને ૧ ‘ભૃષ્ટિ’ |
| ૩૩૪ | પટ્ટપદ્રક |
| ૩૩૭ | પગુલ પલ્લિકા |
| ૩૫૦ | ૭૦, ૯૦, ૨૦, પાદાવર્તનાં ખેતરો, ૫૫ પાદાવર્તની વાપી. |
| ૩૫૨ | ખેતર |
| ૩૭૨ | લોણાપદ્રક |
| ૩૭૫ | મોરંજિ જ્જ. |
| ૪૦૩ | અંતરપલ્લિકા. ગામ |
| ૩૦૩ | કણઢજ્જ. “ |
| ૪૪૧ | વહુઅબટક. |
| ૪૪૭ | મહિલાબલી. |
કોષ્ટક छ
તામ્રશાસનોમાં કેટલેક સ્થળે ખેતરો ઓળખાવવા તેમનાં નામ આપ્યાં છે તેમનું આ કોષ્ટક બનાવ્યું છે : કદર, શમીકેદાર, ખગ્ગડિકેદાર, આટિરમણકેદાર, ખંડકેદાર, આરલિકેદાર, શમીકેદાર, વિશિણ્ણ કેદારિકા, કપિત્થોંદની કવિટ્ટિકા, ઉચ્ચા, કૌટુંબ.
કોષ્ટક ज
દાનની તિથિ, તામ્રશાસનનાં પ્રકટ અને પ્રાપ્તિસ્થાનની તપસીલનું આ કોષ્ટક રચવામાં આવ્યું છે :
| વલભી સંવત | માસ અને તિથિ | પ્રકટ સ્થાન | પ્રાપ્તિસ્થાન |
| ૧૮૩ | શ્રાવણ સુદ ૧૫ | વલભી | ભમોદરા(મેટા) |
| ૨૦૬ | ભાદ્રવદ સુદ ૫ | વલભી | પાલીતાણા. |
| ૨૦૭ | કાર્તિક સુદ ૭ | “ | હાથપ |
| ૨૦૭ | વૈશાખ વદ ૧૫ | “ | ગણેશગઢ |
| “ | “ | “ | “ |
| ૨૦૭ | ભાદ્રવદ વદ ૧૪ | “ | ઈયાવેજ |
| ૨૧૦ | શ્રાવણ સુદ ૧૫ | “ | પાલીતાણા |
| ૨૧૦ | અશ્વયુજ સુદ ૫ | “ | “ |
| ૨૧૬ | માઘ વદ ૩ | ખુડ્ડવેદિય (વિજયસ્કંધાવાર) | વળા |
| ૨૧૭ | અશ્વયુજ્ વદ ૧૩ | — | — |
| ૨૨૧ | અશ્વયુજ્ વદ ૧ | — | વાવડીઆ જોગીઆ |
| ૨૪૦ | શ્રાવણ સુદ | — | અલીણા |
| ૨૪૬ | માઘ વદ | — | વળા |
| ૨૪૮ | અશ્વયુજ્ વદ ૧૪ | વલભી | કતપુર ભાવનગર |
| ૨૫૨ | વૈશાખ વદ ૫ | ભદ્રપત્તનક(વિ. સ્કં.) | માળીઆ |
| ૨૫૨ | “ “ ૧૫ | ||
| ૨૫૨ | “ “ “ | સોરઠ(?) | |
| ૨૫૨ | “ “ | “ | |
| ૨૫૨ | “ “ | વલભી | ઝરી-(અમરેલી) |
| ૨૫૨ | “ “ | “ | — |
| ૨૫૨ | “ “ | “ | ભાડવા |
| ૨૬૮ | ચૈત્ર વદ ૨ | વલભી | વળા |
| ૨૭૦ | — | — | — |
| ૨૭૨ | જયેષ્ઠ સુદ ૨ | — | ટીંબડી |
| ૨૮૬ | જ્યેષ્ઠ વદ ૬ | — | વળા |
| ૨૮૬ | વૈશાખ વદ ૬ | — | વળા |
| ૨૮૬ | અષાઢ વદ ૮ | વલભી | નવલાખી |
| ૨૮૭ | વળા | ||
| ૨૦૮ | |||
| ૨૫૨ | વૈશાખ વદ ૩૦ | માળીઆ (હાટીના) | |
| ૨૯૦ | ભાદ્ર વદ ૮ | વલભી (વિ. સ્કં) | ઢાંક |
| ૩૧૦ | અશ્વયુજૂ વદ ૫ કે ૧૫ | — | બોટાદ |
| ૩૧૩ | ગોરસ | ||
| ૩૨૦ | અષાઢ સુદ | વલભી | ભમોદરા (મેટા) |
| ૩૨૦ | ભાદ્ર વદ ૫ | વલભી | |
| ૩૨૧ | ચૈત્ર વદ ૩ | વંદિતપલ્લી (વિજયસ્કંધાવાર) | જોગવા |
| ૩૨૬ | માઘ વદ ૫ | — | ભાવનગર |
| ૩૨૬ | અષાઢ સુદ | — | — |
| ૩૩૦ | માર્ગશિર સુદ ૩ | ભૃગુકચ્છ (વિજયસ્કંધાવાર) | અલીણા |
| ૩૩૦ | દ્વિતીય માર્ગશિર સુદ ૨ | “ “ | ખેડા |
| ૩૩૪ | માઘ સુદ ૯ | સિરિસિમ્મિણિકા (વિજયસ્કંધાવાર) | કપડવંજ |
| ૩૩૭ | અષાઢ વદ ૫ | આલિંદક અથવા પુલિંદક અલીણા (વિજયસ્કંધાવાર) | |
| ૩૫૦ | ફાલ્ગુન વદ ૩ | ખેટક (વિ. સ્કં.) | લુણસાડી |
| ૩૫૨ | ભાદ્રપદ સુદ ૧ | મેઘવેણ (,, ?) | લુણસાડી |
| ૩૭૨ | શ્રાવણ વદ ૯ | બાલાદિત્યતટાક | — |
| ૩૭૫ | જ્યેષ્ઠ વદ ૫ | પુણિક | દેવળી |
| ૪૦૩ | માઘ વદ ૧૨ | ખેટક (વિ. સ્કં.) | ગોંડળ |
| ૪૦૩ | |||
| ૪૪૧ | કાર્તિક સુદ ૫ | ગોદ્રહક (વિજયસ્કંધાવાર) | લુણાવાડા |
| ૪૪૭ | જ્યેષ્ઠ સુદ ૫ | આનંદપુર (વિજયસ્કંધાવાર) | અલીણા |
[ગુજરાતના ઇતિહાસનું આલેખન કરવા શિલાલેખો અને તામ્રલેખો બહુ ઉપયોગી છે. તપાસ કરતાં આવાં સાધનો વારંવાર મળી આવે છે. સરકારી અમલદારોને આ વિષયનો શોખ હતો ત્યારે તેમને ખુશ કરવા તેમની નીચેના અધિકારીઓ આવી ઐતિહાસિક સામગ્રીનો સંગ્રહ કરતા પણ હવે એવી વસ્તુસ્થિતિ ન હોવાથી ઘણી સામગ્રીની શોધ થતી નથી તેમ અનાયાસે પ્રકટ થયેલીની પણ જોઈએ તેવી કદર થતી નથી. રાજકોટમાં સંગ્રહસ્થાન હોવાથી ત્યાંના અધિકારીઓ કાઠિયાવાડમાં દર વર્ષે પ્રવાસ કરી આવાં સાધનો મેળવે છે. રા. રા. વલ્લભજી હરિદત્ત અને તેમના પુત્ર રા. રા. ગિરજાશંકરે એ સંગ્રહસ્થાનમાં ઐતિહાસિક સામગ્રી સારા જથ્થામાં એકઠી કરી છે. ગુજરાતમાં એેવો પ્રયાસ થવાની જરૂર છે. ઇતિહાસની સાલવારી ગોઠવવાથી ઇતિહાસના અભ્યાસ માટે નાનાવિધની સરળતા થાય છે. શિલા અને તામ્રના લેખોની સાલવારી ગોઠવવાથી નવી શોધખોળને ઉત્તેજન મળવાનો સંભવ છે તેમ જ પ્રાપ્ત થયેલ લેખ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ છે તે જાણવાની જોગવાઈ મળે છે. આ યાદીમાં દરેક લેખનો સારાંશ આપ્યો હોત તો સારું પણ પ્રત્યેક લેખની હકીકત મેળવી ન શકાઈ એટલે એ વિચાર માંડી વાળવો પડ્યો છે. પણ ભવિષ્યમાં એ ન્યૂનતા દૂર કરવામાં આવશે. આ લેખની સાથે ગુજરાતીમાં રાસમાળા ભા. ૧ (આવૃત્તિ ૨) અને રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ એ પુસ્તકોનો ઉપયોગ કરવા ભલામણ છે. આ લેખના ટૂંકાક્ષરી પ્રયોગો અને ચિહ્નોની સમજ નીચે પ્રમાણે છે. ઇં. એ. = ઇંડિયન એન્ટીકવેરી; એ. ઇં. = એપિગ્રાફિઆ ઇંડીકા; કો. ઇ. ઇ. = કોર્પસ ઇન્સ્ક્રિપશનોરમ્ ઇંડિકેરમ, વૉ. મ્યુ. લિ = વૉટ્સન મ્યુઝિયમ લિસ્ટ; વૉ. મ્યુ. રી = વૉટ્સન મ્યુઝિયમ રિપોર્ટ; ભા. ઇ = ઇન્સ્ક્રિપશન્સ; બૉ. એ. સો. જ. = બૉમ્બે એસિયાટિક સોસાયટીનું જર્નલ; બે. એ. સો. જ. = બેંગાલ એસિયાટિક સોસાયટીનું જર્નલ; એ. રિ. બૉ. પ્રે. = એન્ટિકવેરીયન રીમેઇન્સ ઓફ ધ બૉમ્બે પ્રેસિડન્સી; બો. ગે. = બૉમ્બે. ગેઝીટીઅર; રૉ. એ. સો. જ. = રૉયલ એસિયાટિક સોસાયટીનું જર્નલ. વિ. ઓ. જ. = વિએના ઓરિએન્ટલ જર્નલ; વિ. ઓ. કૉં. = વિએના ઓરિએન્ટલ કૉંગ્રેસ. શ.= શક સંવત; ક = કલયુરી°; ગુ = ગુપ્ત°, વિ. = વિક્રમ°, વ = વલભી°. ? = જેની સામે આવું ચિહ્ન હોય તે સાલ સંદેહાંતક ગણવી અને જે લેખની સામે હોય તે ફૂટ લેખ ગણવો. × આ ચિહ્ન જ્યાં હોય ત્યાં તે લેખ અપ્રસિદ્ધ છે એમ સમજવું.]
| ઈ. સ. પૂ. ૨૫૦ | મૌર્ય સમ્રાટ અશોકના ગિરનાર પરના લેખો. કિનંગહામ. કો. ઈ. ઈ. ગ્રં. ૧, ભા. ઈ. ૫ૃ. | |
| ઈ. સ. ૧૫૦ | (શ. ૭૨) | ક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢનો લેખ ઈ. એ., ગ્રં. ૭, પૃ. ૨૫૭ |
| ઈ. સ. ૧૮૦–૧ | (શ. ૧૦૨-૩) | ક્ષત્રપ રુદ્રસિંહનો ગુન્દાનો લેખ. ઈ. એ. ગ્રં., ૧૦, પૃ. ૧૫૭ ક્ષત્રપ રુદ્રસિંહનો (?) જૂનાગઢની લેણીમાંનો ખંડિતલેખ બર્જેસ, કચ્છ એન્ડ કાઠિયાવાડ, પૃ ૧૪૦ |
| ઈ. સ. ૨૦૦ | (શ. ૧૨૨) | ક્ષત્રપ રુદ્રસેનનો મૂલવાસરનો લેખ. ભા. ઈ. પૃ. ૨૩ |
| ઈ. સ. ૨૦૪ | (શ. ૧૨૬–૭) | ક્ષત્રપ રુદ્રસેનનો જસદણનો લેખ. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૩૨. |
| ઈ. સ. ૩૦૬ | (શ. ૨૨૮) | ક્ષત્રપ રુદ્રસિંહનો વંથળીનો લેખ. ઈ. એ. ગ્રં. પૃ.૧૭૩ |
| ઈ. સ. ૪૫૫ | (ક. ૨૦૭) | ત્રૈકૂટક મહારાજ દહસેનનાં પારડીમાંથી મળેલાં તામ્રપત્ર, બૉમ્બે એસિયાટિક સોસાયટીનું જર્નલ, ગ્રન્થ ૧૬, પૃ. ૩૪૭ |
| ઈ. સ. ૪૫૫-૭ | (ગુ. ૧૩૬-૮) | ગુપ્ત રાજરાજેશ્વર સ્કંદગુપ્ત અને એમના ગવર્નર ચક્રપાલિતનો ગિરનાર પરનો ગિરિલેખ. ફલીટ પ્રણીત ‘ગુપ્તકાલના લેખો.’ પૃ. ૫૮ |
| ? ઈ. સ. ૧૭૮ | (શ. ૪૦૦) | વલભીના ધરસેનનાં તામ્રપત્રો. ઈં. એ. ગ્રં. ૧૦, પૃ. ૨૮૩ |
| ? ઈ. સ. ૪૭૮ | (શ. ૪૦૦) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં તામ્રપત્રો. ઉમેટામાંથી મળેલાં. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૬૩ |
| ઈ. સ. | (ક. ૨૪૧) | ત્રૈકૂટક વ્યાઘ્રસેનનાં સુરતમાંથી મળેલાં તામ્રપત્રો. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૨૧૯ |
| × ઈ. સ. ૪૯૩ | (ક. ૨૪૫) | ત્રૈકૂટક તામ્રપત્ર. |
| ? ઈ. સ. ૪૯૩ | (શ. ૪૧૫) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં બગુમરામાંથી મળેલાં તામ્રપત્રો. ઈ. એ. ગ્રં. ૧૭, પૃ. ૧૯૯ |
| ? ઈ. સ. ૪૯૫ | (શ. ૪૧૭) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં ઇલાવમાંથી મળેલાં તામ્રપત્રો. ઈ. એ. ગ્રં. ૧૩, પૃ. ૧૧૬ |
| ઈ. સ. ૫૦૨ | (ગુ.૧૮૩) | વલભીના દ્રોણસિંહનું મોટા ભમોદરામાંથી મળેલું તામ્રપત્ર. બો. એ. સો. જ. ગ્રં. ૨૦, પૃ. ૪ |
| ઈ. સ. ૫૨૫ | (ગુ. ૨૦૬) | વલભીના ધ્રુવસેન (૧) ના પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૧૦૪ |
| × ઈ. સ. ૫૨૬ | (ગુ. ૨૦૭) | વલભીના ધ્રુવસેન (૧) નાં હાથબમાંથી મળેલ તામ્રપત્ર. કા. સુ. ૧) વો. મ્યુ. લિ. પૃ. ૯૫, નં. ૩૩. |
| ઈ. સ. ૫૨૬ | (ગુ. ૨૦૭) | વલભીના ધ્રુવસેન (૧) નાં કુકડ(ભાવનગર)માંથી મળેલાં તામ્રપત્ર ઈ. એ. ગ્રં. ૫, પૃ. ૨૦૫. |
| × ઈ. સ. ૫૨૬ | (ગુ. ૨૦૭) | વલભીના ધ્રુવસેન (૧)નાં ગણેશગઢમાંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૪. |
| ઈ. સ. ૫૨૬ | (ગુ. ૨૦૭) | વલભીના ધ્રુવસેન (૧)નાં ગણેશગઢમાંથી મળેલાં તામ્રપત્ર એ. ઈ. ગ્રં. ૩, પૃ. ૩૨૦. |
| × ઈ. સ. ૫૨૬ | (ગુ. ૨૦૭) | વલભીના ધ્રુવસેન (૧)નાં ઈયાવેજમાંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૩. |
| × ઈ. સ. ૫૨૭ | (ગુ. ૨૦૮) | વલભીના ધ્રુવસેન (૧)ના કાત્રોડામાંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૩. |
| × ઈ. સ. ૫૨૯ | (ગુ. ૨૧૦) | વલભીના ધ્રુવસેન (૧)નાં જૂનાગઢમાંથી મળેલાં તામ્રપત્ર. બો. ગે. ગ્રં. ૧, પૃ. ૮૯. |
| ઈ. સ. ૫૨૯ | (ગુ. ૨૧૦) | વલભીના ધ્રુવસેન (૧)નાં પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૧૧૨. |
| ઈ. સ. ૫૨૯ | (ગુ. ૨૧૦) | વલભીના ધ્રુવસેન (૧)નાં પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૧૦૯. |
| ઈ. સ. ૫૩૫ | (ગુ. ૨૧૬) | વલભીના ધ્રુવસેન (૧)નાં વળામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૪, પૃ. ૧૦૫. |
| ઈ. સ. ૫૩૬ | (ગુ. ૨૧૭) | વલભીના ધ્રુવસેન (૧)નાં તામ્રપત્ર. રો. એ. સો. જ. (૧૮૯૫) પૃ. ૩૮૨. |
| ઈ. સ. ૫૪૦ | (ગુ. ૨૨૧) | વલભીના ધ્રુવસેન (૧)નાં વાવડીઆ જોગીઆમાંથી મળેલાં તામ્રપત્ર વી ઓ. જ. ગ્રં. ૭, પૃ. ૨૯૭. |
| ઈ. સ. ૫૪૦ | (ક. ૨૯૨) | મહારાજા સંગમસિંહનાં સુનાવ કાલામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૦, પૃ. ૭૨ |
| ઈ. સ. ૫૫૯ [? ૫૫૬] | (ગુ. ૨૪૦ [? ૨૩૭]) | વલભીના ગુહસેનનાં અલીણામાંથી મળેલો તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૬૭ |
| ઈ. સ. ૫૬૫ | (ગુ. ૨૪૬) | વલભીના ગુહસેનનું વળામાંથી મળેલું તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૪, પૃ. ૧૭૫ |
| ઈ. સ. ૫૬૬ | (ગુ. [૨] ૪૭) | વલભીના ગુહસેનના નામવાળો વળામાંથી મળેલો ખંડિત લેખ. ઈ. એ. ગ્રં. ૧૪, પૃ. ૭૫. |
| ઈ. સ. ૫૬૭ | (ગુ. ૨૪૮) | વલભીના ગુહસેનના કતપુરમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૫, પૃ. ૨૦૭. |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં ઝરીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૫, પૃ. ૧૮૭. |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં માળીઆ(જૂનાગઢ)માંથી મળેલાં તામ્રપત્ર ફલીટ ‘ગુપ્તકાલના લેખો’ પૃ. ૧૬૫ |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં જૂનાગઢમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૬૮. |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૮, પૃ. ૩૦૧. |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં કતપુરમાંથી મળેલાં તામ્રપત્ર, ભા. ઈ. પૃ. ૩૫ |
| ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીના ધરસેન (૨)નાં પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૮૦ |
| × ઈ. સ. ૫૭૧ | (ગુ. ૨૫૨) | વલભીનાં ધરસેન (૨)નાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૫ |
| ઈ. સ. ૫૭૪ | (ગુ. ૨૫૫) | ગારુલક સિંહાદિત્યનાં પાલીતાણામાંથી મળેલાં તામ્રપત્રો. એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૧૭ |
| ઈ. સ. ૫૮૮ | (ગુ. ૨૬૯) | વલભીના ધરસેન (૨)નાં વળામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૧ |
| ઈ. સ. ૫૮૯ | (ગુ. ૨૭૦) | વલભીના ધરસેન (૨)નાં અલીણામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૭૧ |
| × ઈ. સ. ૫૯૧ | (ગુ. ૨૭૨) | વલભીના ધરસેન (૨)નાં ટીંબડી (જૂનાગઢ)માંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૪, નં. ૧૧ |
| ઈ. સ. ૫૯૪ | (ક. ૩૪૬) | સંખેડામાંથી મળેલું અર્ધું પતરું-ગુર્જર વંશનું? એ. ઈ. ગ્રં. ૨, પૃ. ૨૦ |
| ઈ. સ. ૬૦૫ | (ગુ. ૨૮૬) | વલભીના શીલાદિત્ય (૧)નાં વળામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૪, પૃ. ૩૨૯. |
| ઈ. સ. ૬૦૫ | (ગુ. ૨૮૬) | વલભીના શીલાદિત્ય (૧)નું પાલીતાણામાંથી મળેલું પહેલું પતરું. એ. ઈ. ગ્રં. ૧૧–વલભીના શીલાદિત્ય (૧)નું વળામાંથી મળેલું બીજું પત્ર. ઈ. એ. ગ્રં. ૧, પૃ. ૪૬. આ બન્ને પતરાં ગોઠવતાં સળંગ તામ્રપત્ર થાય છે. |
| ઈ. સ. ૬૦૫ | (ગુ. ૨૮૬) | વલભીના શીલાદિત્ય (૧)નાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧૧ પૃ. ૧૭૮ |
| ઈ. સ. ૬૦૯ | (ગુ. ૨૯૦) | વલભીના શીલાદિત્ય (૧)નાં ઢાંકમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૯, પૃ. ૨૩૮ |
| ઈ. સ. ૬૦૯ | (ક. ૩૬૧) | કટચ્ચુરિ બુદ્ધરાજના સરસવણીમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૬, પૃ. ૨૯૭ |
| ઈ. સ. ૬૨૮ | (ક. ૩૮૦) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર રો. એ. સો. જ. ગ્રં ૧, પૃ. ૨૭૩; ઈ. એ. ગ્રં. ૧૩, પૃ. ૮૨. |
| ઈ. સ. ૬૨૯ | (ગુ. ૩૧૦) | વલભીના ધ્રુવસેન (૨) બાલાદિત્યનાં બોટાદમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં ૬, પૃ. ૧૩ |
| × ઈ. સ. ૬૩૨ | (ગુ. ૩૧૩) | વલભીના ધ્રુવસેન (૨) બાલાદિત્યના ગોરસમાંથી મળેલાં તામ્રપત્ર. વો. મ્યુ. લિ. પૃ. ૯૪ |
| ઈ. સ. ૬૩૩ | (ક. ૩૮૫) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર રો. એ. સો. જ. ગ્રં. ૧, પૃ. ૨૭૩ ઈ. એ. ગ્રં. ૧૩, પૃ. ૮૮ |
| ઈ. સ. ૬૩૯ | (ગુ. ૩૨૦) | વલભીના ધ્રુવસેન (૨)નાં મોટા ભમોદરામાંથી મળેલાં તામ્રપત્ર. બો એ. સો. જ. ગ્રં. ૨૦, પૃ. ૯ |
| ઈ. સ. ૬૩૯ | (ગુ. ૩૨૦) | વલભીના ધ્રુવસેન (૨)નાં નોગવામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૧૮૮ |
| ઈ. સ. ૬૩૯ | (ક. ૩૯૧) | ગુર્જર રણગ્રહનું સંખેડામાંથી મળેલું બીજું પતરુ. એ. ઈ. ગ્રં.. ૨, પૃ. ૨૧ |
| ઈ. સ. ૬૪૦ | (ક. ૩૯૨) | ગુર્જર દદ્દ (૨) પ્રશાંતરાગનાં સંખેડામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૫, પૃ. ૩૯ |
| ઈ. સ. ૬૪૦ | (ગુ. ૩૨૧) | વલભીના ધ્રુવસેન (૨)નાં નોગવામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૧૯૪ |
| ઈ. સ. ૬૪૦ | (ક. ૩૯૪) | ચાલુક્ય વિજયરાજનાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૨૪૮ |
| ઈ. સ. ૬૪૨ | (ક. ૩૯૪) | ચાલુક્ય વિજયરાજનાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૨૪૮ |
| ઈ. સ. ૬૪૫ | (ગુ. ૩૨૬) | વલભીના ધરસેન (૪)નાં તામ્રપત્ર ઈ. એ. ગ્રં. ૧, પૃ. ૧૪, બો. એ. સો. જ. ગ્રં. ૧૦, પૃ. ૭૭ |
| ઈ. સ. ૬૪૫ | (ગુ. ૩૨૬) | વલભીના ધરસેન (૪)નું ભાવનગરમાંથી મળેલું બીજું પતરું. ઈ. એ. ગ્રં. ૧, પૃ. ૪૫ |
| ઈ. સ. ૬૪૯ | (ગુ. ૩૩૦) | વલભીના ધરસેન (૪)નાં અલીણામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૭૩ |
| ઈ. સ. ૬૪૯ | (ગુ. ૩૩૦) | વલભીના ધરસેન (૪)નાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૫, પૃ. ૩૩૯ |
| × ઈ. સ. ૬૫૧ | (ગુ. ૩૩૨) | વલભીના ધ્રુવસેન (૩)નાં મોરબીમાંથી મળેલાં તામ્રપત્ર. બો. ગે. ગ્રં. ૧, પૃ. ૯૨. |
| ઈ. સ. ૬૫૩ | (ગુ. ૩૩૪) | વલભીના ધ્રુવસેન (૩)નાં કપડવંજમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૧, પૃ. ૮૬. |
| ઈ. સ. ૬૫૪ | (ક. ૪૦૬) | સેન્દ્રક નિકુમ્ભલ્લશક્તિનાં બગુમરામાંથી મળેલાં તામ્રપત્રો. ઈ. એ. ગ્રં. ૧૮, પૃ. ૨૬૭ |
| ઈ. સ. ૬૫૬ | (ગુ. ૩૩૭) | વલભીના ખરગ્રહ (૩)નાં અલીણામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૭૬ |
| × ઈ. સ. ૬૬૫ | (ગુ. ૩૪૬) | વલભીના શીલાદિત્ય (૩)નાં તામ્રપત્ર, બે. એ. સો. જ. ગ્રં. ૪, પૃ. બો. ગે. ગ્રં. ૧, પૃ. ૯૨ |
| × ઈ. સ. ૬૬૫ | (ગુ. ૩૪૬) | વલભીના શીલાદિત્ય (૩)નાં તામ્રપત્ર |
| ઈ. સ. ૬૬૯ | (ગુ. ૩૫૦) | વલભીના શીલાદિત્ય (૩)નાં લૂણસાડીમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૪, પૃ. ૭૬ |
| ઈ. સ. ૬૬૯ | (ક. ૪૨૧) | ચાલુક્ય યુવરાજ શ્રાશ્રય શીલાદિત્યનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્ર. બો. એ. સો. જ. ગ્રં. ૧૬, પૃ. ૨, એ. ઈ. ગ્રં. ૮, પૃ. ૨૨૯ |
| ઈ. સ. ૬૭૧ | (ગુ. ૩૫૨) | વલભીના શીલાદિત્ય (૩)નાં લૂણસાડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૧, પૃ. ૩૦૬ |
| ઈ. સ. ૬૮૪? | (ગુ. ૩૬૫?) | વલભીના શીલાદિત્ય (૩)નાં ખેડામાંથી મળેલાં તામ્રપત્ર બો. એ. સો. જ. ગ્રં. ૭, પૃ. ૯૬૮ |
| ઈ. સ. ૬૯૧ | (ક. ૪૪૩) | ચાલુક્ય યુવરાજ શ્રાશ્રય શીલાદિત્યનાં સુરતમાંથી મળેલાં તામ્રપત્ર. વિ. ઓ. કો. પૃ. ૨૨૫. |
| ઈ. સ. ૬૯૧ | (ગુ. ૩૭૨) | વલભીના શીલાદિત્ય (૪)નાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૫, પૃ. ૨૦૯. |
| ઈ. સ. ૬૯૪ | (ગુ. ૩૭૫) | વલભીના શીલાદિત્ય (૪)નાં દેવળીમાંથી મળેલાં તામ્રપત્ર. વી. ઓ. જ. ગ્રં. ૧, પૃ. ૨૫૩; ભા. ઈ. પૃ. ૫૫. |
| × ઈ. સ. ૬૯૫ | (ગુ. ૩૭૬) | વલભીના શીલાદિત્ય (૪)નાં તામ્રપત્ર. |
| × ઈ. સ. ૭૦૧ | (ગુ. ૩૮૨) | વલભીના શીલાદિત્ય (૪)નાં તામ્રપત્ર. |
| ઈ. સ. ૭૦૬ | (ક. ૪૫૬) | ગુર્જર જયભટ (૩)નાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૩, પૃ. ૭૭ |
| ઈ. સ. ૭૨૨ | (ગુ. ૪૦૩) | વલભીના શીલાદિત્ય (૫)નાં ગોંડલમાંથી મળેલાં તામ્રપત્ર. બો. એ. સો. જ. ગ્રં. ૧૧, પૃ. ૩૩૫. |
| ઈ. સ. ૭૨૨ | (ગુ. ૪૦૩) | વલભીના શીલાદિત્ય (૫)નાં ગોંડલમાંથી મળેલાં તામ્રપત્ર બો. એ. સો. જ. ગ્રં. ૧૧, પૃ. ૩૩૫. |
| ? ઈ. સ. ૭૩૧ | (શ. ૬૫૩) | ચાલુક્ય જયાશ્રય મંગળરાજનાં વલસાડમાંથી મળેલાં તામ્રપત્ર. બો. એ. સો જ. ગ્રં. ૧૬, પૃ. ૫. |
| ઈ. સ. ૭૩૬ | (ક. ૪૮૬) | ગુર્જર જયભટ (૩)નું કાવીમાંથી મળેલું બીજું પતરું. ઈ. એ. ગ્રં. ૫, પૃ. ૧૧૩. |
| ? ઈ. સ. ૭૩૭ | (વિ. ૭૯૪) | સૌરાષ્ટ્રના જૈકદેવનાં ધિણકિમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૧૫૫. |
| ઈ. સ. ૭૩૮ | (ક. ૪૯૦) | ચાલુક્ય પુલકેશિરાજનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્ર. વી. ઓ. કો. પૃ. ૨૩૦. |
| ઈ. સ. ૭૫૭ | (શ. ૬૭૯) | રાષ્ટ્રકૂટ કક્કરાજ (૨)નાં આંત્રોલી છારોલીમાંથી મળેલાં તામ્રપત્ર. બો. એ. સો. જ. ગ્રં. ૧૬, પૃ. ૧૦૬. |
| ઈ. સ. ૭૬૦ | (ગુ. ૪૪૧) | વલભીનાં શીલાદિત્ય (૬)નાં લૂણવાડામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૭. |
| ઈ. સ. ૭૬૬ | (ગુ. ૪૪૭) | વલભીના શીલાદિત્ય (૭)નાં અલીણામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૭, પૃ. ૭૯. |
| ઈ. સ. ૮૦૮ | (શ. ૭૩૦) | રાષ્ટ્રકૂટ ગોવિન્દરાજ (૩) પ્રભૂતવર્ષનાં રાધનપુરમાંથી મળેલાં તામ્રપત્રનાં પહેલાં અને બીજાં પતરાં. એ.ઈ. ગ્રં. ૬, પૃ. ૨૪૨. |
| ઈ. સ. ૮૧૨ | (શ. ૭૩૪) | રાષ્ટ્રકૂટ કર્ક્કરાજ સુવર્ણવર્ષના વડોદરામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૧૫૮. |
| ઈ. સ. ૮૧૩ | (શ. ૭૩૫) | રાષ્ટ્રકૂટ ગોવિન્દરાજના સામન્ત બુદ્ધ વર્ષનાં તોરખેડેમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૩, પૃ. ૫૪. |
| ઈ. સ. ૮૧૬ | (શ. ૭૩૮) | રાષ્ટ્રકૂટ કર્કરાજ સુવર્ણવર્ષનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્ર. બો. એ. સો. જ ગ્રં. ૨૦, પૃ. ૧૩૫. |
| ઈ. સ. ૮૨૭ | (શ. ૭૪૯) | રાષ્ટ્રકૂટ ગોવિન્દરાજ પ્રભૂતવર્ષનાં કાવીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૫, પૃ. ૧૪૫. |
| ઈ. સ. ૮૩૫ | (શ. ૭૫૭) | રાષ્ટ્રકૂટ ધ્રુવરાજ (૧) ધારાવર્ષ નિરૂપમનાં વડોદરામાંથી મળેલાં ત્રીજા અને ચોથાં પતરાં ઈ. એ. ગ્રં. ૧૪, પૃ. ૧૯૯. |
| ઈ. સ. ૮૬૭ | (શ. ૭૮૯) | રાષ્ટ્રકૂટ ધ્રુવરાજ (૨)નાં બગુમરામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૧૮૧. |
| ઈ. સ. ૮૬૭ | (શ. ૭૯૯) | રાષ્ટ્રકૂટ દન્તિવર્માનાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૬, પૃ. ૨૮૭ |
| ઈ. સ. ૮૮૮ | (શ. ૮૧૦) | રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજનાં બગુમરામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૩, પૃ. ૬૬. |
| ઈ. સ. ૮૯૩ | (વ. ૫૭૪) | ચાલુક્ય બલવર્માના ઉનામાંથી મળેલાં તામ્રપત્ર એ. ઈ. ગ્રં. ૯, પૃ. ૧. |
| ઈ. સ. ૮૯૯ | (વિ. ૯૫૬) | ચાલુક્ય અવનિવર્માના ઉનામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૯, પૃ. ૬. |
| ઈ. સ. ૯૦૪ | (ગુ. ૫૮૫) | જાઈકનું મોરબીમાંથી મળેલું પતરું ઈ. એ. ગ્રં. ૨, પૃ. ૨૫૭. |
| ઈ. સ. ૯૧૦ | (શ. ૮૩૨) | રાષ્ટ્રકૂટ અકાલવર્ષ શુભતુઙ્ગ (કૃષ્ણરાજ–૨) અને એમના સામન્ત પ્રચંડ ધવલપનાં કપડવણજમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઇ. ગ્રં. ૧, પૃ. ૫૩. |
| ઈ. સ. ૯૧૪ | (શ. ૮૩૬) | રાષ્ટ્રકૂટ ઇન્દ્રરાજ(૩) નિત્યવર્ષનાં બગુમરા (નવસારી)માંથી મળેલાં તામ્રપત્ર એ. ઈ. ગ્રં. ૯ પૃ. ૨૯, બો. એ. સો. જ. ગ્રં. ૧૮, પૃ. ૨૫૭. |
| ઈ. સ. ૯૧૪ | (શ. ૮૩૬) | રાષ્ટ્રકૂટ ઇન્દ્રરાજ (૩) નિત્યવર્ષનાં બગુમરામાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૯, પૃ. ૩૩ |
| ઈ. સ. ૯૧૪ | (શ. ૮૩૬) | વઢવાણના ચાપ ધરણીવરાહનાં હડાલામાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૧૯૩. |
| ઈ. સ. ૯૩૦ | (શ. ૮૫૨) | રાષ્ટ્રકૂટ ગોવિન્દરાજ (૪) સુવર્ણવર્ષના ખંભાતમાંથી મળેલાં તામ્રપત્ર. એ. ઈ. ગ્રં. ૭, પૃ. ૩૬. |
| × ઈ. સ. ૯૫૬ | (વિ. ૧૦૧૨) | સમઢીઆળાનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૯૦, નં. ૬૨૮. |
| × ઈ. સ. ૯૫૮ | (વિ. ૧૦૧૪) | અજારમાં શ્રાવકના ઘંટનો લેખ, વો. મ્યુ. લિ. પૃ. ૫૫, નં. ૩. |
| ઈ. સ. ૯૭૪ | (વિ. ૧૦૩૦) | અણહિલવાડના ચૌલુક્ય મૂલરાજ (૧)નું પાટણમાંથી મળેલું તામ્રપત્ર. વી. ઓ. જ. ગ્રં. ૧, પૃ. ૩૦૦. |
| ઈ. સ. ૯૮૭ | (વિ. ૧૦૪૩) | અણહિલવાડના ચૌલુક્ય મૂલરાજ (૧)નાં કડીમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૯૧. |
| ઈ. સ. ૯૯૫ | (વિ. ૧૦૫૧) | અણહિલવાડના ચૌલુક્ય મૂલરાજ (૧)નાં બલેરામાંથી મળેલાં તામ્રપત્ર. વી. ઓ. જ. ગ્રં. ૫, પૃ. ૩૦૦. |
| × ઈ. સ. ૧૦૦૩ | (વિ. ૧૦૬૦) | સિક્રા (કચ્છ)નો લેખ વો. મ્યુ. લિ. પૃ. ૯૮, નં. ૬૧. |
| × ઈ. સ. ૧૦૧૮ | (શ. ૯૪૦) | લાટના ચાલુક્ય કીર્તિરાજનાં સુરતમાંથી મળેલાં તામ્રપત્ર. વી. ઓ. જ. ગ્રં. ૭, પૃ. ૮૮. |
| ઈ. સ. ૧૦૨૯ | (વિ. ૧૦૮૬) | અણહિલવાડના ચૌલુક્ય ભીમદેવ (૧)નાં રાધનપુરમાંથી મળેલાં તામ્રપત્ર ઈ. એ. ગ્રં. ૬, પૃ. ૧૯૩. |
| × ઈ. સ. ૧૦૩૩ | (વિ. ૧૦૯૩) | તળાજાનો લેખ. વો. મ્યુ. લિ. |
| × ઈ. સ. ૧૦૩૮ | (વિ. ૧૦૯૫) | ભાવનગરનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૮૧, નં. ૪૪૯ |
| × ઈ. સ, ૧૦૪૨ | (વિ. ૧૦૯૯) | ઝીંઝુવાડાનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૭૨, નં. ૨૮૯. |
| × ઈ. સ. ૧૦૪૫ | (વિ. ૧૧૦૨) | બેટનો લેખ. ભા. પ્રા. શો. પૃ. નં. ૧૯૨. |
| × ઈ. સ. ૧૦૪૯ | (વિ. ૧૧૦૬) | સોમનાથ પાટણનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૭૯, નં. ૪૧૪. |
| × ઈ. સ. ૧૦૫૧ | (શ. ૯૭૨) | લાટદેશના ચૌલુક્ય ત્રિલોચનપાલનાં સુરતમાંથી મળેલાં તામ્રપત્ર. ઈ. એ. ગ્રં. ૧૨, પૃ. ૨૦૧. |
| × ઈ. સ. ૧૦૬૨ | (વિ. ૧૧૧૯) | અણહિલવાડ ચૌલુક્ય ભીમદેવ (૧)નાં દંડનાયક વિમલનો આબુ પરનો લેખ. |
| × ઈ. સ. ૧૦૬૪ | (વિ. ૧૧૨૧) | સમંઢીઆળાના ત્રણ લેખો. વો. મ્યુ. લિ. પૃ. ૯૦, નં. ૬૨૮. |
| × ઈ. સ. ૧૦૬૫ | (વિ. ૧૧૨૨) | હળવદનો લેખ વો. મ્યુ. લિ. પૃ. ૯૨, નં. ૬૫૨. |
| × ઈ. સ. ૧૦૬૯ | (વિ. ૧૧૨૬) | માળીઆ (મીયાણાનું) નો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૮૨, નં. ૪૭૩. |
| × ઈ. સ. ૧૦૭૫ | (વિ. ૧૧૩૨) | સમંઢીઆળાનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૯૦, નં. ૬૨૮. |
| × ઈ. સ. ૧૦૭૬ | (વિ. ૧૧૩૩) | નંદાણાનો લેખ. વો.મ્યુ. લિ. પૃ. ૭૪, નં. ૩૩૭. |
| ઈ. સ. ૧૦૮૨ | (વિ. [૧] ૧૩૯) | વઢવાણનો લેખ. વો. મ્યુ. લિ. પૃ. ૮૬, નં. ૫૪૮. |
મુંબઈ, ૧૮-૩-૧૯૧૫.