રમણીક અગ્રાવતની કવિતા/શરણાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. શરણાઈ

લાંબી ડોક ઢાળી સુતેલી સારસીને
અડપલાં કરી જગાડી દે
રમતિયાળ લહરીઓ

ઘૂઘરીની જેમ રણકતી લહરીઓ લસરતી
લસરતી ભૂરાં ઊંડાણોને છલકાવી દે
જૂઈની મઘમઘતી શ્વેત ગંધથી

ગરમાળાનાં પીળાં ઝૂમ્મરોમાં ઝગી ઊઠે
બપૈયાનો વલોવી મૂકતો ટહુકાર

ઝગી જાય વહી ગયેલી સઘળી રાતોનાં
સઘળાં નક્ષત્રો એક સામટાં
ચિદાકાશમાં

કંકુપગલાં સમયની અક્ષુણ્ણ છાતીમાં

નવોદય અક્ષત સૂર્યોનો
સ્વરોમાં.