રમણીક સોમેશ્વરની કવિતા/સૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. સૃષ્ટિ

અકળ
અકળ આ સકળ
દેહનાં ખેતર
આડે વાડ
વાડમાં છીંડાં
છીંડાંમાં ભોરિંગ
ટાંપતો ટગર
જીભ લપકારે
ખેતરમાં હળ ફરે
પાડતાં ચાસ
ચાસમાં
દાણેદાણે રોપાતાં
ખેતરનાં ખેતર
ટાંપે
ઊભું આભ
ગાભમાં
ફરીફરી
ફણગે

સૃષ્ટિ