રમણીક સોમેશ્વરની કવિતા/રૂંધાયેલો વાયુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. રૂંધાયેલો વાયુ

રૂંધાયેલો વાયુ
અને
ધૂંધવાયેલી આગ
મળ્યાં મને વારસામાં
એણે
આંતર્યા મારા જળમાર્ગોને
મારી ભોંય પર પગ ટેકવીને
હું
મથ્યા કરું છું
મારા આકાશને
ચોખ્ખું કરવા