રવીન્દ્રપર્વ/૧૨૮. ખેલાઘર બાંધતે લેગેછિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૮. ખેલાઘર બાંધતે લેગેછિ

મારા મનમાં ને મનમાં ક્રીડાઘર બાંધવા બેઠો છું. કેટલીય રાત એ માટે જાગ્યો છું તે તને શું કહું? પ્રભાતે પથિક સાદ દઈ જાય છે, અરેરે, મને અવકાશ મળતો નથી. બહારની ક્રીડામાં ભાગ લેવા એ મને બોલાવે છે. હું શી રીતે જાઉં? જે આપણાં બધાંનું ફેંકી દેવાયેલું, વેડફી નાખેલું, પુરાણા ખરાબ દિવસોના ઢગલા જેવું — એ બધાંમાંથી હું મારું ઘર રચું છું. જે મારી નવી રમતનો સાથી છે તેનું જ એ રમતનું સંહાિસન છે. એ ભાંગેલાને કશાક જાદુથી જોડી દેશે. (ગીત-પંચશતી)