રવીન્દ્રપર્વ/૪૫. અન્તર્ધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫. અન્તર્ધાન

તવ અન્તર્ધાનપટે જોઉં તવ રૂપ ચિરન્તન.
અન્તરે અલક્ષ્યલોકે તારું એ પરમ આગમન.
પામ્યો છું હું ચિરસ્પર્શમણિ;
તારી શૂન્યતાને તેં જ જાતે પરિપૂર્ણ કરી દીધી.
જીવને અંધાર છાયો, તે જ ક્ષણે પામ્યો હું સન્ધાન
સન્ધ્યાનો દેહલીદીપ — અન્તરે લહું એ તારું દાન.
વિચ્છેદના હોમવહ્નિ થકી
પૂજામૂર્તિ ધારે પ્રેમ, દેખા દિયે દુ:ખના પ્રકાશે.
(મહુયા)