વસુધા/વેશ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વેશ્યા

ગુમાવી ગરમી, ઘેરા શિયાળે જિન્દગીતણા
શર્દીમાં સપડાયેલા લોકોને હૂંફ આપતી,
આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને,
સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી,
હૂંફાવી સર્વને, અંતે ઠરીને હિમ થૈ જતી,
અગ્નિ ના, કોલસો યે ના, કામનાદૃગ્ધ સૃષ્ટિની
રાખને રક્ષતી માત્ર સઘડી એ સદાતણી.