વીક્ષા અને નિરીક્ષા/પ્રકાશકનું નિવેદન
પ્રકાશકનું નિવેદન
ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ શ્રી નગીનદાસ પારેખના ગ્રંથસ્થ ન થયેલા લેખોમાંથી એક પુસ્તક તૈયાર કરી આપવા માટે શ્રી રમણલાલ જોશી અને શ્રી ભોળાભાઈ પટેલને વિનંતી કરી હતી. તેમણે બંનેએ શ્રી નગીનદાસભાઈના લેખોમાંથી પ્રસ્તુત સંચયની સામગ્રી તારવી આપી છે. એ બદલ એમનો અને ખાસ તો શ્રી નગીનદાસભાઈનો ગુજરાતી સાહિત્ય પરિષદ આભાર માને છે. શ્રી નગીનદાસભાઈએ સંપાદિત કરેલ ધ્વન્યાલોકનું પ્રકાશન પણ ટૂંક સમયમાં થશે.
તા. ૧૭-૩-૧૯૮૧
મફત ઓઝા
મંત્રીઓ