વીક્ષા અને નિરીક્ષા/લેખકનું નિવેદન
લેખકનું નિવેદન
જુદે જુદે સમયે અને જુદાં જુદાં પ્રયોજનથી લખાયેલા સાહિત્યને લગતા કેટલાક લેખો અહીં ભેગા કર્યા છે. આપણી સાહિત્ય પરિષદે એનું પ્રકાશન માથે લીધું એ માટે હું પરિષદનો અત્યંત ઋણી છું. પરિષદ તરફથી જે વિદ્વાન મિત્રોએ લેખોની પસંદગી અને ગોઠવણીમાં મને મદદ કરી તેમનો પણ હું આભાર માનું છું.
૨૧, સરદાર પટેલ નગર
અમદાવાદ – ૩૮૦ ૦૦૬
૪-૨-૧૯૮૧
નગીનદાસ પારેખ