શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તાલી દો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તાલી દો!



દુનિયા જાગી, લોકો જાગ્યા;
સૂરજદાદા! તાલી દો!
રાસે રમવા ધરતી જાગી,
ચંદરમામા! તાલી દો!
ગગન મહીં ઘન-શ્યામ પધાર્યા,
નદી-સરોવર! તાલી દો!
ઘાસ ઘાસમાં લીલપ લ્હેરી,
ગાવલડી મા! તાલી દો!
ફૂલ ફૂલમાં ફોરમ ફૂટી,
લ્હેરખડી સૌ! તાલી દો!
ડાળે ડાળે ટહુકા ઊઠ્યા,
ઊડનાર સૌ! તાલી દો!
સાંજ પડી તો રમવા નીકળ્યાં,
સૌને તાલી તાલી દો!
તમે મજામાં, અમે મજામાં;
તાલી લો ને તાલી દો!

*