શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૪. ‘मा निषाद...’


રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)