સફરના સાથી/પરિશિષ્ટ
‘શયદા’ – હરજી લવજી દામાણી
જન્મ : ૨૪-૧૦-૧૮૯૨
મૃત્યુ : ૩૧-૬-૧૯૬૨
જન્મ ધોલેરા, શિક્ષણ ચાર ચોપડી. કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, ગુલઝારે શાયરી (૧૯૬૧), દીપકનાં ફૂલ, (૧૯૬૫), જયભારતી (૧૯૨૨), ગઝલસંગ્રહ — અશ્રુ ચાલ્યાં જાય છે. (૨૦૦૧)
‘બેકાર’ — ઇબ્રાહિમ દાદાભાઈ પટેલ
જન્મ : ૨૪-૧૨-૧૮૯૯
અવસાન, વતન રાંદેરમાં. કટાક્ષલેખક, ગઝલકાર. કટાક્ષલેખોના બાર પુસ્તકો, ધરતીનો ધબકાર હઝલસંગ્રહ, ઉપનામો બેકાર, અડવાજી, હડમત ઓઝા.
‘નસીમ’— નાથાણી હસનઅલી રહીમકરીમ
જન્મ : ૨૨-૫-૧૯૦૮
મૃત્યુ : ૧૮-૧૨-૧૯૬૨
ગઝલકાર. એમના મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ ધૂપદાન (૧૯૬૪)માં ૧૦૪ ગઝલો, ૧૦૯ તાકિરી રુબાઈઓ અને ૧૨ ખૈયામી રુબાઈઓ સંગ્રહાઈ છે.
‘સાબિર—વટવા’— બુખારી સાબિરઅલી અકબરમિયાં
જન્મ : ૩-૫-૧૯૦૭
મૃત્યુ : ૧૪-૪-૧૯૮૧
જન્મ વટવામાં. અભ્યાસ—અંગ્રેજી સાત ધોરણ. ગઝલસંગ્રહ ધ્રૂજતી પ્યાલી (૧૯૮૮).
‘આસિમ’ રાંદેરી — સૂબેદાર મહેમૂદમિયાં મહંમદઈમામ
જન્મ : ૧૫-૮-૧૯૦૪
કવિ, ગઝલકાર, સંપાદક – લીલા (૧૯૬૩), એમનો પ્રણયકાવ્યનો સંગ્રહ છે. શણગાર (૧૯૭૮), ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો — મુક્તકો ઉપરાંત જુદાં જુદાં વિષયો પરનાં નઝમો-ગીતો સંગ્રહિત છે.
‘રૂસ્વા મઝલૂમી’ બાબી ઇમામુદ્દીન મુર્તઝાખાન
જન્મ : ૧૧-૧૨-૧૯૧૫
જન્મ માંગરોળમાં. મદિરા (૧૯૭૨), મીના (૧૯૯૮). તિશ્નગી (૧૯૯૯) ઉર્દૂ ગઝલસંગ્રહ, કૌતક, આંખોની પાંખે, સ્મૃતિલેખસંગ્રહો.
‘અમૃત ઘાયલ’ ભટ્ટ અમૃતભાઈ લાલજીભાઈ
જન્મ : ૧૯-૮-૧૯૧૬
જન્મ રાજકોટ જિલ્લાના સરધાર ગામે. અભ્યાસ—પ્રથમ વર્ષ બી.એ. શૂળ અને સમણાં (૧૯૫૪), રંગ (૧૯૬૦), રૂપ (૧૯૬૭), ઝાંય (૧૯૮૨), અગ્નિ (૧૯૮૨), ગઝલ નામે સુખ (૧૯૮૪) અને સમગ્ર કવિતાસંગ્રહ: આઠો જામ ખુમારી, જૂન (૧૯૯૪).
‘શૂન્ય પાલનપુરી’ બલૂચ અલીખાન ઉસ્માનખાન
જન્મ : ૧૯-૧૨-૧૯૨૨
મૃત્યુ : ૧૭-૩-૧૯૮૭
જન્મ લીલાપુર (અમદાવાદ) અવસાન-પાલનપુર. શૂન્યનું સર્જન (૧૯૫૨), શૂન્યનું વિસર્જન (૧૯૫૬), શૂન્યનાં અવશેષ (૧૯૬૪), શૂન્યનું સ્મારક (૧૯૭૪), શૂન્યની સ્મૃતિ (૧૯૮૩), શૂન્યનો વૈભવ (સમગ્ર-૧૯૯૨) – અરૂઝ (૧૯૬૮), ગઝલની શાસ્ત્રીય સમજ આપતું પુસ્તક – ખૈયામ. ઉમર ખૈયામની રુબાઈઓના કાવ્યાનુવાદ (૧૯૭૩), પત્રકાર.
‘મરીઝ’— વાસી અબ્બાસ અબ્દુલઅલી
જન્મ : ૨૨-૧-૧૯૧૭
મૃત્યુ : ૧૯-૧૦-૧૯૮૩
જન્મ : સુરત - મૃત્યુ: મુંબઈ. પ્રથમ ગઝલસંગ્રહ આગમન (૧૯૬૮), બીજો ગઝલસંગ્રહ નકશા (મરણોત્તર, ૧૯૮૪), આ ઉપરાંત એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.
‘અમીન આઝાદ’ તાહેર બદરુદ્દીન
જન્મ:- -
મૃત્યુ : ૧૯૯૨
જન્મ અને મૂળ વતન યમન. સુરત નિવાસી- મહાગુજરાત ગઝલમંડળના સ્થાપક સભ્ય ને મંત્રી કાવ્યસંગ્રહો : સબરસ (૧૯૪૭), રાત ચાલી ગઈ (૧૯૯૩)
‘મસ્ત હબીબ સારોદી’— પટેલ હસનભાઈ મૂસાભાઈ
જન્મ : ૨૫-૫-૧૯૧૨
મૃત્યુ : ૧૧-૫-૧૯૭૨
જન્મ સારોદ, વસવાટ સુરત. શિક્ષક, મુલ્લાં રમૂજી ઉપનામે ‘તુલસી’ કટાક્ષકાવ્યોનો સંગ્રહ. મસ્તી ગઝલસંગ્રહ (૧૯૬૫) મોજ-મસ્તી સમગ્ર સંગ્રહ (૨૦૦૦).
‘સીરતી’ અહમદ આકુજી
જન્મ : ૨૯-૧૦-૧૯૦૮
મૃત્યુ : ૨૯-૯-૧૯૮૦
જન્મસ્થાન : કઠોર - જિ. સુરત. મૃત્યુ: સુરત ‘વારસો’ ગઝલસંગ્રહ (૧૯૯૭).
‘શેખચલ્લી’ નિસાર અહમદ
હઝલસંગ્રહ ‘વૈભવ’
‘ગની દહીંવાલા’— દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ
જન્મ : ૧૭-૮-૧૯૦૮
મૃત્યુ : ૫-૩-૧૯૮૭
જન્મ અમદાવાદમાં, વતન સુરત. અભ્યાસ ત્રણ ધોરણ. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલમંડળ સ્થપાયું તેના કારોબારી સભ્ય. ગાતાં ઝરણાં (૧૯૫૩), મહેક (૧૯૬૧), મધુરપ (૧૯૭૧), ગનીમત (૧૯૭૧), નિરાંત (૧૯૮૧), ગીત- ગઝલના સંગ્રહો છે.
‘બેફામ’—વીરાણી બરકતઅલી ગુલામહુસેન
જન્મ : ૨૫-૧૧-૧૯૨૩
જન્મ ઘાંઘળી. (જિ. ભાવનગર), ગઝલસંગ્રહો (૧૯૭૦), પ્યાસ (૧૯૮૮). માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ (૧૯૮૮).
‘સૈફ’ પાલનપુરી ખારાવાલા સૈફુદ્દીન
જન્મ : ૩૦-૮-૧૯૨૩
મૃત્યુ : ૭-૫-૧૯૮૦
ઝરુખો ગઝલસંગ્રહ (૧૯૬૫), પત્રકાર, નવલકથાકાર.
‘શેખાદમ’ આબુવાલા—આબુવાલા શેખાદમ મુલ્લા સુજાઉદ્દીન
જન્મ : ૧૫-૧૦-૧૯૨૯
મૃત્યુ : ૨૦-૫-૧૯૮૫
જન્મ અમદાવાદ. અભ્યાસ: અનુસ્નાતક. કવિ, નવલકથાકાર, પત્રકાર, રેડિયો સમાચારવાચક. ગઝલસંગ્રહ: ચાંદની (૧૯૫૩), અજંપો (૧૯૫૯), સોનેરી લટ (૧૯૫૯), તાજમહાલ (૧૯૭૨), હવાની હવેલી (૧૯૭૮), ખુરસી (૧૯૯૫). દિવાને આમ (સમગ્ર ૧૯૯૫)
વેણીભાઈ પુરોહિત
જન્મ : ૧-૨-૧૯૧૬
મૃત્યુ : ૩-૧-૧૯૮૦
કવિ, વાર્તાકાર. સિંજારવ (૧૯૫૫), ગુલઝારે શાયરી (૧૯૬૨), દીપ્તિ (૧૯૬૬), આચમન (૧૯૭૫) વગેરે કાવ્યસંગ્રહોની રચના.
‘ગાફિલ માણાવદરી’ —ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ
જન્મ : ૨૬-૭-૧૯૧૪
મૃત્યુ : ૯-૪-૧૯૭૨
ભજનો માટે સરોદ, ગઝલો માટે ગાફિલ ઉપનામ. જન્મ રાજકોટમાં વતન માણાવદર, ભજનસંગ્રહો: રામરસ (૧૯૫૬), સુરતા (૧૯૭૦), ગઝલસંગ્રહ: બંદગી (૧૯૭૩).
મકરન્દ દવે
જન્મ : ૧૩-૧૧-૧૯૨૨
જન્મ ગોંડલમાં. સંતપરંપરાના સાહિત્યના અભિજ્ઞ, લોકસાહિત્યનાં સંવેદનોથી મંડિત સહજ સંવેદના. તરણાં (૧૯૫૧), જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮), કાવ્યસંગ્રહો. હવાબારી (૧૯૯૩) ગઝલસંગ્રહ.
‘પતીલ’ — પટેલ મગનભાઈ ભૂધરભાઈ
જન્મ : ૮-૮-૧૯૦૫
મૃત્યુ : ૧૮-૩-૧૯૭૦
કવિ. ૧૯૩૧માં પ્રસ્થાન’માં છપાયેલ ‘નર્મદાને’ નામક પ્રથમ કાવ્યથી સર્જનનો આરંભ, ઇક્લેસરી, ધૂનધૂન, જયસેના, નીલપદ્મ, પતીલ, યશોબાલા, સ્નેહનંદન, સ્નેહનૈયા, પ્રભાત નર્મદા (૧૯૪૦) કાવ્યસંગ્રહમાં એમના આત્મલક્ષી પદ્ય પ્રયોગો છે. શચી અને ઇન્દ્રે માનેલ કથાના પ્રસાદ માટે જોઈતી ખાંડ મેળવતા નારદે વેઠેલી હાડમારીનું ઉપહાસાત્મક નિરૂપણ કરતી કૃતિ વાસવ કલેશપરિહાર (૧૯૫૧) તેમજ હિંદી ભાષામાં રચેલાં ગઝલ, તરાના અને ખાયણાંનો સંગ્રહ નયી તર્ઝે (૧૯૫૩) પણ એમણે આપ્યાં છે.
‘અંજુમ’— અંજુમ વાલોડી
જન્મ વાલોડ હાલ લંડન - અલ્લાહના બંદા (ચરિત્રો) (૧૯૫૮) ઇકબાલી મુક્તકો (ડૉ. ઇકબાલના ફારસી, ઉર્દૂ કલામોના કાવ્યાનુવાદ, ૧૯૯૦), અજંપોત્સવ (૨૦૦૦) ગઝલસંગ્રહ.
‘અનામય’ સોસા કિસન નાથુભાઈ
જન્મ : ૪-૪-૧૯૩૯
જન્મ સુરત, સહરા (૧૯૭૭), અવનિ—તનયા (૧૯૮૩), અનસ્ત સૂર્ય (૧૯૮૫)
હેલ્પર ક્રિસ્ટી
જન્મ : ૧૯૫૨
મૃત્યુ : ૧૯૮૯
જન્મ સુરત. ણ ફેણનો ણ ગઝલ અછાંદસનો સંગ્રહ.
ઠાકોર અજિતસિંહ ઈશ્વરસિંહ
જન્મ : ૧૪-૫-૧૯૫૦
જન્મ વાંકાનેડા — જિ. સુરત. અલૂક (૧૯૮૧)
‘અમર’ પાલનપુરી — મહેતા પ્રવિણચંદ્ર મણિલાલ
જન્મ : ૧-૯-૧૯૩૫ ઉઝરડાં (૧૯૮૯).
▭