સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/આ સંપાદન વિશે
Jump to navigation
Jump to search
આ સંપાદન વિશે
પ્રસ્તુત સંપાદનમાં નીતિન મહેતાની વિવેચનની એક વિશેષ શૈલીનો પરિચય થાય તેવા લેખોને પસંદ કરીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ચારેક પ્રકરણોમાં શીર્ષક ઉમેર્યાં છે જેના [ ] આ કૌંસમાં મૂક્યા છે. ‘નિરંતર’ની પ્રસ્તાવનાના તેમની વ્યક્તિગત વિચારભૂમિકા વધુ સ્પષ્ટ બનીને વ્યક્ત થઈ છે એટલે એને સામેલ કરી છે. પ્રસ્તુત સમયમાં નીતિનભાઈ મહેતાનું વિવેચન એક આગવી સમજણ અને ગતિશીલ વિચારનું ઉદાહરણ તો પૂરું પાડે જ છે પણ અનેકોને માર્ગદર્શન આપી શકે તેવું છે.
સેજલ શાહ