બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?… મોજું તો સહેજે ન તૂટે પરંતુ, ખડકની આ છાતી કાં તૂટ્યા કરે છે? તપાસો મને કૈં થયું તો નથી ને? ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે!