અમે વિફલતાના વણઝારા, અમે ખોટ ના કશી ગણનારા. વાટમાં આવે રેત, તો એને ગૂંજે ઘાલી લઈએ, વન આખાની લીલપ અમે રણમાં વેરી દઈએ. અમે રણરેતીના ફરનારા, અમે વિફલતાના વણઝારા.