આજ મારે વલોણાવાર છે રે લોલ. સાત સમદરની ગોળી રે કીધી, મેરુનો કીધો રવાયો રે લોલ; નવકુળ નાગનાં નેતરાં રે કીધાં, ગંગા-જમનાનું વલોણું રે લોલ. માત જશોદા, તમ્મારા કાનને મહીડાં વલોવવાને મેલો રે લોલ!