સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એ આવશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



એ આવશે અંતરનો અવાજ થૈ,
કે તોપગોળો થઈને ધણેણતો....
એ આપશે સ્વર્ગતણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ —
કૃતાર્થ થૈ, તૃપ્ત બની વધાવીએ.