સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કાલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટાં થાશું;
અમે તો ગીત ગુલાબી ગાશું!
કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો!
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું:
અમે તો ગીત ગુલાબી ગાશું!
નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો!
હશે હોઠ પર સ્મિત: આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું!