સહરાની ભવ્યતા/શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’


દર્શક કહે છે કે એમના જીવનનો ત્રીસ ટકા અંશ જ સાહિત્ય સાથે સંકળાયેલો છે. સિત્તેર ટકા જેટલા એ પ્રજાપુરુષ છે. એ સિત્તેર ટકા, શબ્દ બહારના જીવન વિનાના લેખક દર્શકને કલ્પી શકાતા નથી. સાહિત્યકૃતિનું જીવિત એનાં આગવાં ધારાધોરણો પર અવલંબે છે, એવિશે દર્શકની જાણકારી પૂરતી હતી. પણ એ શબ્દના મહેલમાં બેસીને જીવનને એક દૃશ્યરૂપે જોનારા લેખક નથી. એ જીવનની ગરજે શબ્દપાસે જાય છે. પમાયેલાને શબ્દમાં પામવા મથે છે. લેખનને એ અતૃપ્તિઓના તૃપ્તિપ્રદ આવિષ્કાર લેખે ઘટાવે છે. અલબત્ત, આ આવિષ્કારવિના પણ એ ચલાવી શક્યા છે. જે ત્રીસ ટકા છે એ પણ સિત્તેર ટકા સમય ખર્ચાયા પછીના છે. કોઈએ કંઈ લેખક થવા માટે અવતારલેવાનો હોતો નથી. માણસ હોવા માટે, માણસ થવા માટે જીવવાનું હોય છે. દર્શકનું લેખન જીવનકાર્યનો અંશ છે, જીવન સર્વસ્વ નથી.

દર્શક સાથે હવાપાણીની વાત થઈ શકે, આજુબાજુનાં ગામોની વાત થઈ શકે, દિલ્લી અને દેશની વાત થઈ શકે. એ કહેશે: મેં માન્યું જનથી કે મારું રાજકારણ બગડેલું હોય તો શિક્ષણ સુધરે.

એ લોકભારતીમાં ઇતિહાસ ભણાવતા. એ માનતા કે ઇતિહાસે તેમને નવો ઇતિહાસ રચવાની શક્તિ આપવી જોઈએ. એ સરકારમાં બેઠેલામિત્રોને પણ કહેવાના કે વહીવટીતંત્ર પર તમારી પકડ નથી. ભલામણ અને ભ્રષ્ટાચારની પકડ છે. ‘ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા’નો મર્મ એ છે કેઆ સિંહાસનને વીંટળાયેલ જે સાપ છે એ અમને નહીં સોંપો તો તમારું સિંહાસન પણ જશે.

દેશમાં કટોકટી લદાઈ કે તુરત 24મી જુલાઈએ ગુજરાતના ગવર્નરને પત્ર લખીને એમણે ઉગ્ર વિરોધ કરેલો. સ્વાતંત્ર્ય સૈનિકનાગૌરવચિહ્ન તરીકે સ્વીકારેલું તામ્રપત્ર પાછું મોકલેલું. પેન્શન તો લીધું જ ન હતું. જે દેશસેવા કરી તે મામૂલી હોય તોપણ એમને મનઅમૂલ્ય છે. એનો બદલો ન હોય. તામ્રપત્ર પરત કરવા સાથે લખ્યું: ‘સ્વરાજનાં મૂળિયાં કાપી નાખનારી સરકારનાં હાલનાં પગલાંનો હુંવિરોધ ન કરું તો એ તામ્રપત્રની શી કિંમત?’

અસંમતિ અને વિરોધને દૃઢતાથી વ્યક્ત કરવાનો એમનો આ સ્વભાવ મહારાષ્ટ્ર–ગુજરાતના મુંબઈને લગતા વિવાદ વખતે પણ એમ કહીદેવા પ્રેરે છે કે મુંબઈ મહારાષ્ટ્રનું છે, એને ઊભું કરવામાં ગુજરાતી ધનપતિઓએ ભલે અક્કલ–હોંશિયારી અને મૂડી રોક્યાં પણ એઅસક્યામતો ઊભી કરવામાં કોંકણી ઘાટીઓ ને દેશસ્થ કારકુનોનો પણ ફાળો છે. એમણે ઢેબરભાઈને પ્રશ્ન કરેલો: અને આખરે આપણાંનજીકનાં કોણ? આ ધનપતિઓ કે મહારાષ્ટ્રનાં સામાન્ય લોકો!

દર્શકે શિક્ષણ દ્વારા ગ્રામપુનર્ઘટના માટે જીવન આપ્યું. સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ગરાસદારોની જોહુકમી ઘટાડવામાં એમણે ઘણો સમય આપ્યોહતો. ગ્રામસમાજના પારસ્પારિક સંબંધોમાં નિર્ભયતા આવે, પ્રેમનું તત્ત્વ પ્રગટે એ માટે એ સાઠ પછીની ઉમ્મરે પણ સક્રિય રહ્યા. આજકાલએ માઈધારના પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં વધુ સમય આપે છે પણ આંબલા, લોકભારતી, મણાર — જરૂર પડે ત્યાં કોઈ પણ ક્ષણેદોડી જાય.

મનુભાઈ પંચોળી ‘દર્શક’ને ઔપચારિક શિક્ષણ ઝાઝું મળ્યું નથી. ઈ. સ. 1930માં પૂરાં સોળ વર્ષ થાય એ પહેલાં (જન્મતારીખ 15-10-1914) પાંચમા ધોરણનો અભ્યાસ અધૂરો મૂકી સત્યાગ્રહી સૈનિક બન્યા. રાજાજીએ વર્ડ્ઝવર્થની ફ્રેન્ચ રાજ્યક્રાંતિ માટે લખેલી કડીઓ યાદઅપાવી કે આ વખતે જીવતા હોવું તે તો આનંદની વાત હતી પણ યુવાન હોવું તે તો સ્વર્ગીય હતું. 1930 થી 34ના ગાળાનું જેલજીવનએમના ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. આ અરસામાં એમને નાનાભાઈ મળ્યા. કાયમી સંગાથ મળી ગયો.

પચાસના અરસામાં વિજયાબહેન બીમાર હતાં ત્યારે એમને હાથમાં ઉપાડી ઉપાડીને દર્શક ફર્યા છે. 1942માં પ્રથમ સંતાન રામચંદ્રના જન્મપછી બરાબર આઠમા દિવસે મનુભાઈ જેલ ગયા હતા…

‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ — એ પંક્તિ સત્યકામને જ નહિ, દર્શકને પણ પ્રિય હોવી જોઈએ. ‘આવારામસીહા’ શરદબાબુ એમના પ્રિય લેખક પણ અસંખ્ય બંધનોની વચ્ચે મુક્તિનો મહાનંદમય આસ્વાદ કરનાર રવીન્દ્રનાથ તો ગુરુદેવ છે. ‘ઝેર તો પીધાં છે’ વિશેના પત્રવ્યવહારમાં એમણે એક વાચકને શરદબાબુનું આ વાક્ય લખેલું: ‘પ્રબળ પ્રેમ માત્ર પાસે જ નથી ખેંચતો — દૂર પણ ફેંકે છે.’

પ્રેમનો અનુભવ તીવ્ર, પણ પ્રેમપાત્ર સાથેનું વર્તન પરિવ્રાજકને શોભે એવું. આ પ્રેમ નામની લાગણી કોઈ પરમોચ્ચ મૂલ્યને આધીન છે કેનહીં એ પ્રશ્ન એમને મન મહત્ત્વનો છે. ગાઢ અને નિરતિશય પ્રેમ નિર્મળ અને પાવનકારી હોઈ શકે. એ માત્ર પતિ–પત્નીના પ્રેમમાં જસમાપ્ત થઈ જતો નથી. વાત્સલ્ય અને કરુણાના સાગર સુધી પહોંચનાર પ્રેમને એ વ્યાપક પ્રેમ કહે છે. પંડિત સુખલાલજી અને સ્વામીઆનંદના જીવનકાર્યમાં એમને શ્રદ્ધા. વ્યવહારની તળભૂમિ પર ઊભા રહીને એમણે પ્રેમનું અધ્યાત્મ સિદ્ધ કરવું હતું. તેથી સ્વાતંત્ર્ય વિશેએ શિસ્તના સંદર્ભમાં વિચાર કરતા.

મિત્રો ન મળે એવો એમનો સ્વભાવ નથી પણ પૂછીએ તો મૈત્રીના ઇષ્ટ અર્થની વાત કરીને એ કહેતા: ‘ટુ ધેટ એક્સટેન્ટ આઈ એમ લોનલી.’

મૃદુલાબહેન કહે છે કે નાનપણમાં તેમને ઘણા મિત્રો હતા. કેટલાક તો સગા ભાઈ સમા લાગેલા. પણ જીવનને કોઈ ને કોઈ તબક્કે એ સહજક્રમમાં વિખૂટા પડતા ગયા. અનિવાર્ય એકલતા જીરવવાનું સામર્થ્ય એમનામાં છે જ. અબ્રાહમ લિંકને ડ્રિંકવોટર માટે લખેલું: ‘લોનલી ઇઝ ધમેન હુ અન્ડરસ્ટેન્ડઝ!’ ઊંડી સમજણની કદાચ એ સજા છે.

આ ચર્ચા લંબાવીએ તો મનુભાઈ કહેતા: ‘સદ્ગત વજુભાઈ મિત્ર કહેવાય, પણ થોડાક ઊંચા.’ વજુભાઈ–જયાબહેનને એ વિરલ માનતા. આત્મબળ વિશે આસ્થા ન હોય એને ચાર દિવસ વજુભાઈ સાથે રહેવું એવી સલાહ આપતા. પુત્રી સુમેધા (1944)ની પીડા પચાવવામાંમનુભાઈએ પણ કંઈ ઓછું આત્મબળ નથી દાખવ્યું.

એકવાર એ જે રીતે મણાર ગયેલા એ પણ આ સંદર્ભમાં યાદ આવે છે. ત્યારે ત્યાં ભયંકર વાવાઝોડું આવેલું. એના સમાચાર મળ્યા કે તુરતમનુભાઈ મોટર લઈને ઊપડ્યા. મોટર તો બે માઈલ દૂર રાખવી પડી. ઉઘાડા પગે, કાદવ ખૂંદતા, પલળતા ગયા. મણારના કાર્યકરોએ કહ્યું: ‘તમે શીદ તકલીફ લીધી?’ મનુભાઈ કહે: ‘તમે સૌ અહીં જોખમમાં હો અને હું ત્યાં નિરાંતે બેસી કઈ રીતે શકું?

એમના વિદ્યાર્થીઓ કહે છે કે છાત્રાલયની રાત્રિપ્રવૃત્તિમાં મનુભાઈના મુખે વાર્તા સાંભળવી એ એક અમૂલ્ય લહાવો હતો. ક્યારેક ગાય પણખરા. ગળું તો ક્યાંથી બદલાય પણ સરખું ગાય. મેઘાણીને સાંભળેલા તેથી એમનાં ગીતોના મૂળ રાગની ખબર. મેઘાણીએ મનુભાઈનેઆખા ને આખા કાવ્યસંગ્રહો સંભળાવેલા છે.

મનુભાઈ કવિ નહીં પણ પરમ કાવ્યપ્રેમી. ઉમાશંકરની કવિતાને ચાહતા હતા, ઉમંગથી ભણાવતા. વૃક્ષની છાયામાં વર્ગ લેતા. ગૃહપતિ તરીકેથોડા કડક પણ શિક્ષક તરીકે પ્રેમાળ. વિદ્યાર્થીને એના અભ્યાસના છેલ્લા મહિનામાં એકેયવાર ટોકે નહીં. ક્યારેક સરસ નાસ્તો લઈ કોઈકટેકરીના કુંડાળે ગીતોની રમઝટમાં જોડાય અને સહુ ખુશખુશાલ થઈ પાછા ફરે. વિદ્યાર્થી તરીકે પોતાની વિદાયના દિવસો યાદ કરતાંપ્રવીણભાઈએ નોંધ્યું છે: ‘બીજા દિવસની તાજગીભરી સવારે મનુભાઈ આવ્યા. હાથમાં નાની થાળી, તાજાં ખીલેલાં ગુલાબ. એક એકઓરડીએ ફરી વળ્યા અને સૌના હાથમાં ગુલાબ મૂકતા ગયા.’

કઠણ પરિશ્રમ કરનાર હાથ ગુલાબ પકડતાં શીખે એમાં પણ મનુભાઈને એટલો જ રસ.

સર્જનાત્મક લેખન કરતા હોય ત્યારે પ્રસન્નતા ટકી રહે એ આવશ્યક હોય છે. ચા કે શાક બગડે તોપણ લખવાનું બગડે અને કોઈ અપ્રિયઘટના બને તો લખવાનું અટકી જ જાય. ‘સૉક્રેટિસ’ પહેલીવાર લખવી શરૂ કરી ને નહેરુનું અવસાન થયું. બસ, પછી તો એ કૃતિ ફરીથીહાથ પર લેતાં લગભગ દાયકો વીતી ગયો. લખે ત્યારે દિવસો સુધી એકધારું લખે. ભારે ઝડપ.

એમના લેખનમાં જે હરિયાળી આવે છે એ એમણે જીવનમાં સર્જી છે. શિક્ષણ સાથે કાર્યાનુભવ જોડવા ને શિક્ષણને સ્વાવલંબી બનાવવાનાનાભાઈએ ખેતીનો ઉદ્યોગ પસંદ કર્યો. મનુભાઈ તાલીમ લઈને નિષ્ણાત ખેડૂત બન્યા. સંસ્થાઓ માટે જમીનો ખરીદી તે ખાડા–ટેકરાવાળીઅને બિનઉપજાઉ. એ કેળવીને ફળદ્રુપ કરી. એમણે ભૂતકાળમાં ડોકિયું કરતાં કહ્યું હતું:

‘ખેતીવાડી અમે કરી નહોતી. “કલમ”નો અર્થ લખવાની કલમ એ જ ખબર હતી. દોરડાં વણવા માટે પરાણ મૂકવાની વાત સાંભળી નહોતી. પરાણને પ્રાણનો સંબંધ એ ક્રિયા કર્યા સિવાય સમજાય એવું નહોતું. અમારા હાથ તો હતા આવા કામ માટે ભાંગેલા. પણ અમે ઓછેવત્તેઅંશે ગાંધીજીના દેશવ્યાપી રચનાત્મક તાલીમના રંગે રંગાયેલા હતા. ને કર્મરત, સદૈવ જાગ્રત નાનાભાઈ અમારા રાહબર હતા… આજેઆપની સામે જે આઠમો ફળઝાડનો બગીચો છે તે વેરાન ટેકરી હતી. ઘોડું ઢંકાઈ જાય તેવા ત્યાં ખાડા હતા. ઢોર ચરે તેવું લાંપળું પણ થતુંનહોતું. આજે ત્યાં જમાદારના આંબા ફળ આપે છે ને ગોલવાડનાં ચીકુ માળ ઉપર માળ નાખ્યે જ જાય છે.’ (પૃ. 255, સર્વોદય અનેશિક્ષણ – 2)

મનુભાઈ ભલે કહે કે પોતે અનુભવમાંથી સીધું લખતા નથી પણ ગોપાળબાપાની વાડી ઉગાડવામાં એમનો હાથ હતો એ અહીં અછતું રહીશક્યું નથી. આજના અનુભવને ઇતિહાસમાં મૂકી જુએ છે ત્યારે પણ ભારે જહેમત ઉઠાવે છે. લેખન માટે થઈને એમણે કેટકેટલા પ્રવાસોકરેલા? દર્શક કશુંય સહેલાઈથી લેતા નહીં. લેખન કે વ્યાખ્યાનની પૂર્વતૈયારી માટે તો વાંચે જ. પ્રવાસો દરમિયાન કેટલીક કૃતિઓ આનંદમાટે વાંચે. વાંચનશિબિરો ચલાવે. ચર્ચા કરે. સક્રિયતા અને ચિંતન વચ્ચે સંતુલન રાખવા સાવધ રહે. સાંસ્કૃતિક મૂલ્યો પર પ્રહાર કરતાંલેખનમાં એમને રસ નહીં. એ ચોક્કસ પરંપરાના લેખક હતા. વ્યાપક અને ઊંડા અર્થમાં એ આસ્તિક હતા.