સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઝવેરચંદ મેઘાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝવેરચંદ મેઘાણી

[શ્રી. મેઘાણીએ ગુજરાતની ગીતઘેલી બહેનોને ઉમંગભેર અનેક ગીતો આપ્યાં છે; જેમ શૂરવીર સૈનિકોને સંગ્રામગીતો આપવામાં પણ મણા રાખી નથી. આ કાવ્યમાં કવિએ પોતાનાં ગીતોને ફૂલની સાથે સરખાવ્યાં છે અને પોતે એ ફૂલ બહેન માટે વીણી લાવ્યા છે એનો આનંદ એમાં ગાયો છે. કેવાં છે એ ફૂલ? મોટા મોટા બગીચાઓનાં ફૂલ જેવાં તો નહિ જ. સાદાં છે, જંગલની ઝાડીઓમાંથી વીણ્યાં છે. પણ વીણવામાં કસર રાખી નથી, છેલ્લી ડાળ સુધી વીણ્યાં છે. કવિ બહેનને વીનવે છે કે એનાં રૂપરંગ જોઈ મોં મચકોડીશ નહિ. બધા દેવોને એ ફૂલ ગમતાં. ભાઈ ભાભી ભેળાં બેસીને બહેનને ચૂલ (કેશ) વેણી ગૂંથશે, એ મનોરમ ચિત્ર અંતે કવિએ આપ્યું છે...કવિ ગીતરૂપી ફૂલો માટે ઝૂંટાઝૂંટ મચવતી ગુજરાતની બહેનોને ઉદ્દેશીને જાણે કહેતા ન હોય કે, મારાં ગીત તે મોટી મોટી કલ્પનાની વાડીઓમાં ઊગેલાં નથી; હું તો દૂર ડુંગરાનો ગોવાળ — રખડુ કવિ છું; સંસારનાં જંગલોમાં ને ઝાડીઓમાં, કાંટા અને કાંકરાવાળા મારગો પર ભમતાં જે સાદાં ગીત મને મળી રહ્યાં છે તે હું રજૂ કરું છું. અને તે તમને શોભા આપનારાં નીવડે તો તે શોભામાં મારો એકલાનો જ હાથ છે એમ ન માનશો. મારા ગૃહસંસારનો પણ એ ગીતો ગૂંથવામાં ઓછો ફાળો નથી. ૧૬. ઘોળવું — (પશુઓને) સીમમાં હાંકવાં તે.]