સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મુરલી રસાલ
Jump to navigation
Jump to search
૨. મુરલી રસાલ
ભાલણ
મુરલી વાય છે રસાલ, વૃંદાવન માંહે શ્રીગોપાલ;
ગો તૃણ ચરતી રહી, સાંભળે છે માંડી કાન;
મૃગલાં મીટ માંડી રહ્યાં, વૃક્ષતણાં ન હાલે પાન; ૫
યમુના જળ હાલે નહિ, સૂરજ રહ્યો સ્થિર સ્થાન;
અંબર તે સુરનારીનાં છૂટે,— અતિ વિહ્વલ દેહ;
મેં રહ્યું જાયે નહિ, પ્રેમબાણના વાગ્યા પ્રહાર;
નયણે જઈને નીરખિયે, સુણી સુંદર જાત;
લોકલાજ મેં પરહરી, સોંપ્યું એને શરીર; ૧૫
એ માહરે હૈડે વસિયો, પાસે રહું દિનરાત;