સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’

[અઢાર વરસની ઉંમરે કલાપીએ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. તેનું વર્ણન તેમણે એક પત્રના રૂપમાં પોતાના એક શિક્ષકને મોકલી આપ્યું હતું. તેમાં દિનપ્રતિદિન બને તે લખવું એવી રોજનીશી (ડાયરી-વાસરી, વાસરિકા, દૈનંદિની)ની રીત રાખી હતી. એટલે સો જેટલાં પાનાંના એ વર્ણનમાં આપણને પત્ર, રોજનીશી અને કુદરતવર્ણન એ ત્રણે વસ્તુ કેમ લખાય તેનો ખ્યાલ આવે છે. અલબત્ત, ત્રીજી વસ્તુ ઉપર જ ભાર તો મૂકવામાં આવ્યો છે. ‘કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન’ એ નામથી એ પત્ર પ્રસિદ્ધ થયો છે. કાશ્મીરનો પ્રદેશ અત્યંત રળિયામણો છે તેનો કાંઈક ખ્યાલ અહીં જેલમ નદી વિષે થોડાક ફકરા ઉતાર્યા છે એ ઉપરથી પણ આવશે.]