સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મોસાળા-ચરિત્રમાંથી
વિશ્વનાથ જાની
૧
એક રથ મહેતે માગી આણ્યો શિથિલ સઘળે અંગ,
વૃદ્ધ બળદ ને આખલો જોતર્યા જોડી પ્રસંગ.
સહસ્ત્ર કટકે વણી સાંગી, શોભાનો નહીં પાર,
ખટખટ ચેંચ્યું ચાલતાં બહુ શબ્દ થાય સાર.
હાંકતાં બેસે બળદિયો, આખલો તાણી જાય,
નાથે ઝાલ્યો નવ રહે નકાંનતર બહુ થાય.
ચઢે બેસે ઊતરે તાણે ઝાલી નાથ,
જે કૃષ્ણ વાણી ઊચરે, એમ પોહોતો સઘળો સાથ.
ખાંતીલો ખોખલો પંડ્યો પહેલો પેઠો ગામ મોઝાર,
વાટના જે ઢંગ દીઠા તે કહ્યા સમાચાર.
સ્વર્ગથી જ્યમ અપછરા દોડે અમરપતિને કાજ,
ખલકતી ચૂડી રૂપે રૂડી નેહે નમતી લાજ :
‘અલી અહીં શું રહી ઊભી, મહેતોજી આવ્યા દ્વાર,
કાર્ય મેલ્યાં કામિની, સહુની લાગી લાર.
સુખણી! સામો કંથ ઊભો શીશ અંબર ઓઢ.
કુંઅર કેડે શું ચઢાવ્યો? તરુણી પરહો તે ઓડ.’
વલણ
જોવા લાગ ન મળે, ભીડ ભરાણી મહેતા કાજ,
અવસ્થા જોઈ સહુ હસે : એ આવી શું કરશે આજ?
૨
મામેરાને શું આવિયો વહુજીનો તાત?
તરુણી એ તાલ વજાડશે, ફેરવશે માળા,
જેજે કૃષ્ણ લાંબે સ્વરે કહેશે કર જોડી, ૫
સાસરિયાં શેકે ઘણું, મહેણાં મુખે ભાખે,
શાને અહીકણ આવિયો, સમઝી કેહે શાણી,
દુર્બળ પીહર જેહેનું દુ:ખ સઘળું સહેવું,
નણંદ તણે નાકોટડે મહિલા એ મરશે :
સુખણી સાસુ બોલશે મુખે મરમની વાણી : ૧૫
અવસર માથે સાંભરે બાપ અને વીરો,
સાસુ સસરાનો જણ્યો સમઝણો સાથી
સુંદરજી સસરા થકી લાજ્યો મનમાંહાં રંચ,
વલણ
સંચ જુઓ સસરા તણા મણા નથી કાંઈ સંગ,
લજામણા થૈ આવિયા, ક્યમ નાતમાં રહેશે રંગ.?
* * *
૩
માછર્ય ભરી મુખ નણદલ બોલી, લખાવતાં શું જાય, માડી.
કટકો કાગળ ખરચ થયે કાંઈ અધિક ઓછું નહી થાય, માડી.
વલણ
કહ્યા પ્રમાણે સહુ લખ્યું ને હસિયો સઘળો સાથ.
કુંઅરબાઈએ કાગળ લૈ આપ્યો પિતાજીને હાથ.
* * *
૪
ભામની ભાવતી મધુર ભાખતી, મૃગાવતી કહે વાણી રે,
જગતકુંઅરી કહે જો રે કમળા, આ અંબર તું પાણિ રે.
ઉદ્યોતકુંઅર આનંદ પામી, માનબાઈ મને ફૂલી રે.
ચાંપાં ચિત્ર લખીસી નીરખે, મોટી સુધબુધ ભૂલી રે.
લાખેણી લટ મૂકી મુખ પરિ, મરકલડે મૃગનેણી રે,
મકરધ્વજ સરખો મોહ પામે, નાગફણા તુલ્ય વેણી રે.
લોચન ઉપરિ લટ લલિતાની, નાગિણ સરખી લળકે રે,
લોકિક પુરુષતણું શું લેખું, મહા મુનિનાં મન ટળકે રે.
હસવું કહેવું સુણવું રમવું, કૌતક કેરી કોડ્ય રે;
સ્વર્ગભુવન સરખું કહીએ તો, કવિને મોટી ખોડ્ય રે.
સ્વર્ગથકી સહસ્ત્રગણી શોભા, ભૂતળ ઉપર ભાસી રે,
લાડ પાળવા લખમી સાથે, જાંહાં આવ્યા અવિનાશી રે.
માંઘરોલ માંહાં મોટા મહાજન, શેઠ સંઘવી શ્રીપાલ રે;
મોહન મહેતો પુંજો પારખ કીધા ઝાકઝમાલ રે.
દેપો દોશી ને સુરો સુની, ગણજી ગાંધી આવે રે.
સ્નેહી જે સસરાજી કેરા, સંભાળી તેડાવે રે.
કહાનો કણબી ને ધોળી ધોબણ, મોટી માલણ ડાહી રે,
નહાનો નાપિક ઊભો નીરખે, કર માંહાં વીજણો સાહી રે.
તેજપાળ તંબોળી તેડ્યો, ઊભા શારણ શેઠજી રે,
મેહેતાને મુખે ના ન નીસરે, લહી વીઠલની વેઠ રે.
પાણીહારી પુરીને આપો, નૂતન રંગની નાટી રે,
ભાટ રખે કો એક વીસરો, ગુણી પ્રગટ હોય ઘાટી રે.
ટોળાં સરવ ગાંધ્રવનાં તેડ્યાં, માંડ્યું હરિગુણગાન રે,
પ્રેમેસું પટકૂળ પામરી, આપે શ્રીભગવાન રે.
અશ્વતણા રક્ષકને તેડ્યો, દળનારી ને દાસી રે;
કરમશી કુંભાર સાંચર્યો, આપે શ્રીઅવિનાશી રે.
કર ઓડી જેણે જે માગ્યું, તેહેને તે આપ્યું સારજી,
કારીગર કો નવ વીસરે, પશુ તણો પિંડાર રે.
આપતાં ખૂટે નહી વસ્ત્રતણો અંબાર રે,
મહેતેજીએ કૃપા કરી તે, વહેંચી આપ્યા નગર મુઝાર રે.
વલણ
નગર આખે વહેંચી આપ્યાં, સહુના પૂરી કોડજી;
મહેતાને શિર હાથ ધરીને, શ્રી સહિત પધાર્યા રણછોડજી.
સ્વાધ્યાય